શિક્ષણના સ્તરને સુધારી દેવા માટેના તમામ પ્રયાસો વર્ષોથી કરવામાં આવી રહ્યા હોવા છતાં શિક્ષણની વ્યવસ્થાને લઇને પ્રશ્નો થતા રહે છે. શિક્ષણના સ્તરને સુધારવા માટે મજબુત રાજકીય ઇચ્છાશક્તિ સાથે કામ કરવામાં આવે તે જરૂરી છે. સાથે સાથે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ તેમજ કોલેજ સ્તર પર શિક્ષણના સ્તરને સુધારવા માટે યોગ્ય અને કુશળ શિક્ષકોની સાથે સાથે તેમની સુવિધા અને સાધનો પણ જરૂરી છે. મોટા પાયે કુશળ શિક્ષકોની ભરતી પણ જરૂરી છે. શિક્ષણ પર ખર્ચના આંકડાને અનેક ગણો વધારી દેવાની જરૂર છે.થોડાક સપ્તાહ પહેલા જ નેશનલ ઇન્સ્ટીટ્યુટ રેન્કિંગ ફ્રેમવર્ક (એનઆઇઆરએફ) તરફથી ભારતીય કોલેજ અને યુનિવર્સિટીના રેન્કિંગ જારી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૮ના રેન્કિંગમાં છેલ્લા વર્ષોની તુલનામાં કેટલાક સુધારા જાવામાં આવ્યા છે. જેમ કે લો અને આર્કિટેકચર જેવી જુદી જુદી સંસ્થાઓ માટે શ્રેણી વધારી દેવામાં આવી છે.
પહેલા આ શ્રેણી રાખવામાં આવી ન હતી. રેન્કિંગમાં સામેલ રહેલી સંસ્થાઓની સંખ્યામાં વધારો થયો છે. આ સંખ્યા હવે વધીને ૪૫૦૦ સુધી પહોંચી ગઇ છે. દરમિયાન ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દરેક પરિસ્થિતીમાં તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના રેન્કિંગમાં સામેલ થવાની બાબત જરૂરી છે. જે સરકારી સંસ્થાઓ આમાં સામેલ થશે નહીં તેમને મળનાર ફંડમાં કાપ મુકવામાં આવશે. માનવામાં આવે છે કે તમામ સરકારી સંસ્થાઓ આ રેન્કિંગમાં સ્વય સામેલ થશે. વર્ષ ૨૦૧૬ અને વર્ષ ૨૦૧૭ બાદ ત્રીજી વખત રેન્કિંગ જારી કરવામાં આવી છે. તેમા દેશની આઠ જુદી જુદીટ્ઠ સંસ્થાઓસામેલ ચે. જુદા જુદા પ્રકારની શિક્ષણ સંસ્થાનો તેમાં સમાવેશ કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા જાવા મળી રહી છે.
જેમના રેન્કિંગ ખાસ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે તેમાં યુનિવર્સિટી, એન્જિનિયરિગ, મેડિકલ, ફાર્મસી, મેનેજમેન્ટ, આર્કિટેકચર, લો અને અન્ય કોલેજ સામેલ છે. એક નવમી શ્રેણી પણ છે. જેમાં તમામ સંસ્થાઓના રેન્કિંગએક સાથે કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૮માં છ ભારતીય આઇઆઇટી સંસ્થાન સમગ્ર શ્રેણીમાં ટોપના ૧૦ સ્થાન પર હતી. મદ્રાસ બીજા, મુંબઇ ત્રીજા, દિલ્હી ચોથા, ખડગપુર પાંચમાં, કાનપુર સાતમા, અને રરકી આઠમા સ્થાને છે. ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ પહેલા તો જવાહર લાલ નહેરુ યુનિવર્સિટી રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને રહી છે. વારાણસી હિન્દુ યુનિવર્સિટી નવમા સ્થાને છે.
જ્યારે અણ્ણા યુનિવર્સિટી દસમાં સ્થાને છે. ગોવા આંતરરાષ્ટ્રીય સંસ્થાના અધિકારી નક્કર પણે માને છે કે ભારતમાં મોટા ભાગની શિક્ષણ સંસ્થાઓ મધ્યમ સ્તરની રહેલી છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ આ શિક્ષણ સંસ્થાઓમાં જ અભ્યાસ કરી રહ્યા છે. ૬૫ ટકાથી વધારે વિદ્યાર્થીઓ આ જ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરવા માટે મજબુર છે. ૬૭ ટકાથી વધારે વિદ્યાર્થીઓ ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવે છે. જા મોટા ભાગે ખુબ મોંઘી શિક્ષણ સંસ્થાઓ હોય છે. બાકીના તમામ વિદ્યાર્થીઓ તો સરકારી સંસ્થાઓમાં જ અભ્યાસ કરે છે. જ્યાં કુલ સંશાધનો અને બૌદ્ધિક ક્ષમતાનો અભાવ રહે છે.