ભારતમાં પુલવામા ખાતે ત્રાસવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં હવાઇ હુમલા કર્યા હતા અને ત્રાસવાદી અડ્ડાને ફુંકી માર્યા હતા. ત્યારબાદથી પાકિસ્તાનની સ્થિતી વિશ્વ સમક્ષ ખુલ્લી પડી ગઇ છે. પાકિસ્તાનને સહાય કરવા માટે પણ કોઇ દેશ તૈયાર નથી. પાકિસ્તાનની હાલત આર્થિક રીતે દિન પ્રતિદિન વધુને વધુ ખરાબ થઇ રહી છે. ચીનના દેવાની જાળમાં પાકિસ્તાન સતત ફસાઇ રહ્યુ છે. પાકિસ્તાનને સહાયતા પેરેજ આપવા પર વિચારણા કરીને આઇએમએફને ચીનના દેવા ચુકવણીને આનાથી અલગ રાખવાની જરૂર દેખાઇ રહી છે.
જો ચીનના નેતા વિદેશોમાં પોતાની શંકાસ્પદ યોજનામાં પૈસા ઉડાવે છે તો તે તેમની કરની છે. આના કારણે બગડતી ચીજાને સુધારી દેવા માટેની જવાબદારી આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે અથવા તો આઇએમએફ દ્વારા લેવી જોઇએ નહી. ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ સાથે જોડાયેલી તમામ મોટી યોજનાઓનો સૌથી મોટો ખતરો એ છે કે તેમનો વાસ્તવિક ઉદ્ધેશ્ય આર્થિક રીતે ઓછો અને રાજકીય રીતે વધારે છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે આઇએફએફે વર્ષશ ૨૦૧૫માં યુઆનને મુદ્રા ભંડોળ તરીકે રાખવા માટે ચીનના અનુરોધને સ્વીકારી લઇને નવી ચર્ચા જગાવી હતી. તેમ છતાં ચીને યુઆનિા વિદેશી મુદ્રા ભંડાર સાથે સંબંધિત માપદંડોનો ખુલ્લો ભંગ કર્યો હતો. બ્લુમબર્ગ ન્યુઝની સાથે ખાસ કરાર હેઠળ એક અગ્રણી હિન્દી અખબારે આ અહેવાલ હાલમાં પ્રકાશિત કર્યા હતા.
જેમાં કહેવામાં આવ્યુ છે કે આ બાબતની પુરી સંભાવના છે કે આ સપ્તાહમાં પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસેથી ૧૨ અબજ ડોલરના બેલઆઉટ પેકેજની માંગ કરવામાં આવનાર છે. વર્ષ ૧૯૮૦થી લઇને હજુ સુધીના સૌથી મોટા બેલઆઉટ પેકેજ તરીકે આને ગણવામાં આવે છે. પરંતુ આ વખતે કોઇ પણ પેકેજ મંજુર કરતા પહેલા આઇએમએફને પાંચ વખત વિચારણા કરવાની જરૂર છે. પાકિસ્તાનમાં દેવાનુ સંકટ તેની ઝોળા ખાતી સ્થિતીનુ પરિણામ નથી પરંતુ વાસ્તવમાં આડેધડ અને વધારે પ્રમાણમાં ચીન પાસેથી મળેલી રકમના કારણે છે. જો કોઇ પણ પ્રકારની સહાયતા પાકિસ્તાનને મળે છે તો તે તેના જોખમને વધારી દેવાની સાથે સાથે આ જ પ્રકારની સમસ્યાને વધારે ખરાબ કરવામાં મદદરૂપ થશે. ઉલ્લેખનીય છે કે ચીન પોતાના બેલ્ડ એન્ડ રોડ ઇનિશિએટિવ હેઠળ જુદા જુદા દેશોને આધારભુત સેવા યોજના માટે ભારે નાણાં આપે છે.
આ રકમ આપતી વેળા તેના છુપા ઇરાદા આ રહે છે કે તેને ચીની ચીજ વસ્તુઓ, સેવા અને શ્રમ પર ખર્ચ કરવામાં આવે. જંગી સહાયતા આપતી વેળા તેમાં કોઇ પણ પ્રકારની પારદર્શકતા હોતી નથી. આ શરતોનો બોજ એટલો વધારે હોય છે કે દેવાની ચુકવણી કરતી વેળા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરેશાની પણ આવી જાય છે. પાકિસ્તાનની સ્થિતી દર્શાવે છે કે સ્થિતી કઇ રીતે બગડી શકે છે. ચીન માર્ગો, બંદર, વીજળી એકમો અને બિઝનેસ પાર્ક જેવી યોજના માટે પાકિસ્તાનમાં ૬૨ અબજ ડોલરનુ રોકાણ કરી રહ્યુ છે. જ્યાં સુધી વિસ્તારપૂર્વક જાવામાં ન આવે ત્યાં સુધી ચીનની યોજના ખુબ સારી દેખાય છે.