નવી દિલ્હી : નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેઝે તેની તમામ સેવા અસ્થાયી રીતે બંધ કરી દીધી છે. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે. જેટની સર્વિસ બંધ કરવામાં આવ્યા બાદ તેના તમામ ૨૨૦૦૦ કર્મચારીઓના ભાવિ પર પ્રશ્ન લાગી ગયા છે. કર્મચારીઓમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. જેટની છેલ્લી ફ્લાઇટ અમૃતસર-મુબઇની વચ્ચે રહી હતી. કંપનીની પાસે રોકડ રકમ ખતમ થઇ જતા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
સાથે સાથે બેંકો દ્વારા તેને વધારે લોન આપવાનો ઇન્કાર કર દેવામાં આવ્યા બાદ આખરે તેની સેવા બંધ કરી દેવામાં આવી છે. જેટ એરવેઝની સેવા છેલ્લા ૨૬ વર્ષથી ચાલી રહી હતી. તમામ લોકો સારી રીતે જાણે છે કે જેટ એરવેઝ કોઇ સમય સૌથી મોટી એરલાઇન્સ તરીકે હતી. એક દિવસમાં ૬૫૦ ફ્લાઇટ પણ ઓપરેટ કરવામાં આવી હતી. જેટની ફ્લાઇટ રોકાઇ ગયા બાદ હવે કંપનીના ૧૬૦૦૦ સ્થાયી અને ૬૦૦૦ કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓના ભાવિને લઇને પ્રશ્નો થઇ રહ્યા છે. છેલ્લા એક દશકમાં કિંગફિશર બાદ કામકાજ બંધ કરનાર જેટ એરવેઝ બીજી વિમાની કંપની બની ગઇ છે.
વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સે વર્ષ ૨૦૧૨મૈં કામકાજ બંધ કરી દીધુ હતુ. હવે જેટની ફ્લાઇટ એ વખતે જ શરૂ કરી શકાશે જ્યારે કંપનીને કોઇ નવા ખરીદાર મળશે. તેને નવેસરથી શરૂ કરવામાં આવનાર છે. જેટે બુધવારથી તેની સેવા બંધ કરવાની જાહેરાત કરી હતી. બીએસઇની ફાઇલિંગમાં કંપનીએ કહ્યુ હતુ કે બેંકો અને અન્ય કોઇ ઇમરજન્સી ફંડિંગની વ્યવસ્થા થઇ રહી નથી. અમારી પાસે કામકાજ જારી રાખવા માટે ફ્યુઅલ સહિતની ચુકવણી માટે પૈસા નથી. જેથી કંપનીને તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટોને બંધ કરવી પડી છે.