નવીદિલ્હી : ૧૭મી લોકસભાની ચૂંટણીના ભાગરૂપે આજે સવારે ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાષિત પ્રદેશ પોન્ડીચેરીને આવરી લેતી ૯૫ સીટ પર મતદાનની શાંતિપૂર્ણ રીતે શરૂઆત થઇ હતી. પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે ૯૧ સીટ પર મતદાન થયા બાદ આજે બીજા તબક્કામાં વધુ ૯૫ સીટ પર મતદાન થઇ રહ્યુ છે.આજે મતદાન શરૂ થયા બાદ કોના કોના ભાવિ સીલ થઇ ગયા હતા તે નીચે મુજબ છે.
- જુઆલ ઓરમ (કેન્દ્રીયમંત્રી)
- કાર્તિ ચિદમ્બરમ (ચિદમ્બરમના પુત્ર)
- સદાનંદ ગૌડા (કેન્દ્રીયમંત્રી)
- પૌન રાધાકૃષ્ણન (કેન્દ્રીયમંત્રી)
- એચડી દેવગૌડા (પૂર્વ વડાપ્રધાન)
- વિરપ્પા મોઇલી (કોંગ્રેસના વરિષ્ઠ નેતા)
- રાજ બબ્બર (કોંગ્રેસના વરિષ્ઠ નેતા)
- ફારુક અબ્દુલ્લા (નેશનલ કોન્ફરન્સના નેતા)
- હેમા માલિની (ભાજપના વરિષ્ઠ નેતા)
- દયાનિધિ મારન (ડીએમકે નેતા)
- એ રાજા (ડીએમકેના નેતા)
- કાનિમોઝી (ડીએમકેના નેતા)
- વસંતકુમાર (કોંગ્રેસના વરિષ્ઠ નેતા)
- ઉદયસિંહ (કોંગ્રેસના વરિષ્ઠ નેતા)
- ડીકે સુરેશ (કોંગ્રેસના નેતા)
- કેએન સિંહ દેવ ( બીજેડી)
- પ્રીતમ મુન્ડે ( ભાજપ)