૪૦ વર્ષથી વધુ વયની દર ત્રીજી વ્યક્તિ સેક્યુઅલ હોર્મોનની કમીથી પરેશાન છે. એટલે કે ૪૦ વર્ષથી ઉપરના લોકો પૈકી ૩૩ ટકા પુરૂષો સેક્સ હાર્મોનની કમીથી ગ્રસ્ત છે. `જો કે આ અંગેની માહિતી જાહેર કરવાને લઇને ઉદાસીનતા રાખવામાં આવે છે. સેક્સુઅલ હાર્મોનની કમીથી ગ્રસ્ત લોકોને આવરી લઇને હાલમાં રસપ્રદ અભ્યાસનમા આંકડા જારી કરવામાં આવ્યા છે. અભ્યાસમાં એવી બાબત સપાટી પર આવી છે કે લોકો સારવાર માટે આગળ આવતા નથી.
`જો કે હવે મહિલાઓની જેમ પુરૂષોમાં પણ સેક્સ હાર્મોન રિપ્લેસમેન્ટ શક્ય છે. અભ્યાસમાં સામેલ કરવામા આવેલા લોકો પૈકી ૬૦ ટકાથી વધારે લોકો ટેસ્ટોસ્ટેરોન ડિફિએન્સી સિન્ડ્રોમના દર્દી તરીકે ઓળખાયા હતા. જે પુરૂષોમાં સેક્સ હાર્મોનની કમી હોય છે તેને ટેસ્ટોસ્ટેરોન ડિફિએન્સી કહેવામાં આવે છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને હાર્ટના દર્દીઓમાં ટેસ્ટોસ્ટેરોન ડિફિએન્સી અથવા તો ટીડીએસનો ખતરો વધારે રહે છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પુરૂષોમાં સેક્સુઅલ ક્ષમતાને જાળવી રાખવામાં ટેસ્ટોસ્ટેરોનની ચાવીરૂપ ભૂમિકા હોય છે.
પરંતુ જ્યારે તેની કમી હોય છે ત્યારે સેક્સ સાથે જોડાયેલી કેટલીક સમસ્યા આવવાની શરૂઆત થઇ જાય છે. ૪૦ વર્ષની વય બાદ ટેસ્ટોસ્ટેરોનનુ પ્રમાણ દર વર્ષે ૦.૪થી ૨.૬ ટકા સુધી ઘટવાની શરૂઆત થાય છે. તબીબોનુ કહેવુ છે કે સતત આ સમસ્યા વધી રહી છે. હોÂસ્પટલમાં દ્વારા સેંકડો લોકો પર અભ્યાસ કરવામાં આવ્યા બાદ કેટલીક ચોંકાવનારી વિગત સપાટી પર આવી હતી. ટીડીએસની માહિતી મેળવી લેવા માટે કોઇ ચકાસણી કર્યા વગર લક્ષણના આધાર પર માહિતી મેળવી લેવામાં આવી હતી. આના માટે ૧૦ સવાલ પુછવામાં આવ્યા હતા. તબીબોએ કહ્યુ છે કે સેક્સ પ્રત્યે ઇચ્છાશક્તિ, ક્ષમતા અને સ્ટ્રેન્થને લઇને ત્રણ લક્ષણના આધાર પર માહિતી એકત્રિત કરવામાં આવે છે. તપાસમાં ૪૮.૧૮ ટકા લોકોમાં આની કમી જોવા મળી હતી. જુદી જુદી બિમારી ધરાવતા લોકોમાં આ ખતરો વધારે રહે છે. સક્રિય સેક્સ લાઇફ કોઇ પણ વ્યક્તિ માટે ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે તે બાબત અભ્યાસમાં પણ સાબિત થઇ ચુકી છે. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા રસપ્રદ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે એક્ટિંવ સેક્સ લાઈફ યુવા અને સ્લીમ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સેક્સથી એકબાજુ વિટામીન ડીના સ્કીન પ્રોડક્શને પ્રોત્સાહન મળે છે. જ્યારે બીજા નિષ્ણાંતોનું કહેવું છે કે એક્ટિંવ સેક્સ લાઈફથી વધુ યુવા દેખાવામાં પણ મદદ મળે છે. અભ્યાસના ભાગરૂપે જેનીફર ડક્કરલી નામના નિષ્ણાંતે ૧૦ જેટલા પ્રશ્નો તમામને પૂછ્યા હતા જેના ભાગરૂપે એક્ટિંવ સેક્સ લાઈફથી શું ફાયદો થશે તે પ્રશ્નનો પણ સમાવેશ થાય છે. આ ૩૩… પ્રશ્નના જવાબમાં મોટાભાગના લોકોએ કહ્યું હતું કે એક્ટીવ સેક્સ લાઈફથી ખુશખુશાલ રહેવામાં પણ મદદ મળે છે. ૩૦-૪૦ અને ૫૦ વર્ષની વયમાં નિયમિતપણે સેક્સ માણનાર પુરુષોમાં હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે તેવા કોઈપણ પુરાવા મળ્યા નથી જેથી આ અંગેની માન્યતા પણ બિલકુલ ખોટી છે.
બીજી બાજુ ફિનિશ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એક સપ્તાહમાં બે વખત સેક્સ માણી રહેલા પુરુષોમાં લાઈફના મોડાના તબક્કામાં નપુસંકતાનો ખતરો પણ રહેતો નથી. બ્રિટનના જાણીતા અખબાર ડેલી સ્ટારે અભ્યાસના તારણોને તાકીને જણાવ્યું છે કે આનાથી સ્ટ્રેસ અથવા તો ટેન્શન પણ દૂર થાય છે. સેક્સ કુદરતી ટેન્શન દૂર કરનાર પરિબળ સમાન છે. આ ઉપરાંત નિયમિત સેક્સના અન્ય ફાયદાઓ પણ જણાવવામાં આવ્યા છે. ૫૦ વયની મહિલાઓને આવરી લઈને કરવામાં આવેલા અન્ય એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સેક્સથી નકારાત્મકતા દૂર થાય છે. સેક્સ બાદ હકારાત્મક મૂડ રહે છે. સેક્સના કારણે એન્ડોરફિન્સ નામના તત્વો રિલીઝ થાય છે જેનાથી કોઈપણ વ્યક્તિ વધુ સારો અનુભવ કરે છે.
લાઈફમાં ફિટ અને સ્લીમ રહેવા માટે સેક્સ ઉપયોગી હોવાનો મત વ્યક્ત કરવામાં આવ્યો છે. સેક્સમાં ઘણી બધી મશલ એક્ટીવીટી સંકળાયેલી છે જે શરીરને એક્ટીંવ રાખવામાં મદદરૂપ બને છે.