અમદાવાદ : ડાયાબીટીસને ગ્લોબલ પબ્લિક હેલ્થ તરીકે ગંભીર રીતે ઓછું નોંધપાત્ર રીતે લેવામાં આવે છે અને દુનિયા લાંબા સમય સુધી માનવ ઈતિહાસમાં આ સૌથી ગંભીર મહારોગને અવગણી શકે તેમ નથી. આઘ્યાત્મિક ઉપવાસની સાથે દર્દી માટે આ ડાયાબિટીસ વધુ ભયજનક બની રહે છે. ભારતમાં વર્ષ દરમિયાન તહેવારો મોટી સંખ્યામાં આવતા રહે છે. આ મોટાભાગના તહેવારોમાં મોટા પ્રમાણમાં ઉપવાસ પણ હોય છે, તેમાં ભાગ્યે જ આરોગ્યપ્રદ ડાયેટ પ્લાન પર ધ્યાન અપાતું હોય છે.
લોકો કે જેમને ડાયાબિટીસ છે તેમને વધુ ઉપવાસ જોખમી નીવડી શકે છે. આ અંગે ડો.રમેશ ગોયલ, કન્સલ્ટન્ટ શ્ એચઓડી, ડિપાર્ટમેન્ટ ઓફ એન્ડોક્રિનોલોજી & મેટાબોલિઝમ, અપોલો હોસ્પિટલ અને ડો. રુચા મેહતા, કન્સલ્ટન્ટ એન્ડોક્રિનોલોજિસ્ટ, અપોલો હોસ્પિટલ એ માહિતી આપી હતી.
ડો. રુચા મેહતા, કન્સલ્ટન્ટ એન્ડોક્રિનોલોજિસ્ટ, અપોલો હોસ્પિટલ ના જણાવ્યા પ્રમાણે, ‘ટાઈપ ૨ ડાયાબિટીસમાં તમે જોઈ શકો કે લોકો સામાન્ય રીતે સ્થૂળ અને ફાંદ ધરાવતા હોય છે. દર્દી જેમ વજન વધારે તેમ સ્થિતિ ગંભીર થાય છે. વધુ ઈન્સ્યુલિન લેવાની જરૂર પડે છે જેનો અર્થ એ છે કે વજન વધે છે. આ ઝેરી ચક્ર સર્જાય છે. મધ્યમપ્રમાણમાં ઉપવાસ વજન ઘટાડવા માટે ડાયાબિટીસના દર્દી માટે સારું છે અને બ્લડ કંટ્રોલ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલ્સ અંકુશિત કરવામાં મદદ મળે છે. જો કે ઉપવાસ ડોક્ટરની સલાહ વિના ન કરવા જોઈએ. દર્દીએ ઉપવાસ શરૂ કરતા અગાઉ ૬-૮ સપ્તાહ પહેલા ડોકટરને મળીને તેમની સલાહ લેવી જોઈએ. એ જરૂરી છે કે આરોગ્યપ્રદ વિકલ્પો ઉપવાસ છોડતી વખતે અપનાવવામાં આવે, ઘરે ગ્લુકોમીટર દ્વારા નિયમિત રીતે સુગર લેવલ ચકાસવું જોઈએ. સુગર વધુ કે ઓછી છે કે કેમ એ ઉપવાસ દરમિયાન તપાસવું અને તેના લક્ષણો ઓળખવા પણ જરૂરી છે.
ડો.રમેશ ગોયલ, કન્સલ્ટન્ટ શ્ એચઓડી, ડિપાર્ટમેન્ટ ઓફ એન્ડોક્રિનોલોજી શ્ મેટાબોલિઝમ, અપોલો હોસ્પિટલ ના કહેવા પ્રમાણે, ‘જે ડાયાબિટીસના દર્દીઓ ઉપવાસ કરવા માગે છે તો તેમણે પ્રેક્ટિકલ ડાયાબિટીસ અને આધ્યાત્મિક ઉપવાસનું મહત્ત્વ સમજવું જોઈએ. તેનાથી સંભવિત આરોગ્ય જોખમો કે જેમાં હાઈપોગ્લાઈસેમિયા, હાયપરગ્લાયસેમીયા, ડિહાઈડ્રેશન અને એક્યુટ મેટાબોલિક કોમ્પ્લિકેશન્સ જેમકે ડાયાબિટીક કેટોએસીડોસિસ જેવી સમસ્યા થઈ શકે છે. આપણા શરીરની પ્રણાલી ઉપવાસ દરમિયાન અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે અને તેનો આધાર તમે સતત કેટલા ઉપવાસ પર રહો છો તેના પર રહેલો છે. જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે શરીરમાં ગ્લુકોઝનો સ્ત્રોત વપરાય છે અને ત્યારપછી શરીરની ચરબીનો વ્યય શરૂ થાય છે જેનો ઉપયોગ મૂળ ઊર્જાના આગામી સ્ત્રોત તરીકે થાય છે. એ મહત્ત્વનું છે કે તમારા બ્લડ ગ્લુકોઝ લેવલ્સ પર નજર રાખો કેમકે ઉપવાસ દરમિયાન તમારૂં બ્લડ સુગર ઘણું ઓછું થઈ શકે છે. એવામાં સલાહભર્યુ છે કે તમે ઉપવાસ કરવાનું નક્કી કરો તો તમારા ડોક્ટરનો જાણ કરો.’
ડાયાબિટીસની ગંભીરતાનો ખ્યાલ–
આઈડીએફ ડાયાબિટીસ એટલાસ ૨૦૧૭ના ચોંકાવનારા આંકડાઓ પરથી આવી શકે છે જેમાં જણાવાયું છે, ‘વિશ્વમાં દર ૮ સેકન્ડે ૧ વ્યક્તિ ડાયાબિટીસના લીધે મોતને ભેટે છે. જ્યારે વિશ્વભરમાં ૪૫૧ મિલિયન લોકો ડાયાબિટીસથી પીડાય છે જેમાંથી ૭૨.૯ મિલિયન જેટલા ડાયાબિટીસના દર્દીઓ ભારતમાં છે.’ ઉપવાસ આમ તો સામાન્ય બાબત લાગે છે પણ તે ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણી ગંભીર સ્થિતિ સર્જી શકે છે. આઈડીએફ ડાયાબિટીસ એટલાસ ૨૦૧૭ અનુસાર, ડાયાબિટીસથી ૬૯૩ મિલિયન લોકો અસરગ્રસ્ત છે. જેમાં ૨૦૪૫ સુધીમાં હજુ વધારો થવાની શક્યતા છે. કેરળમાં સૌથી વધુ ડાયાબિટીસના દર્દીઓ છે જેના પછી તામિલનાડુ અને પંજાબનો નંબર આવે છે એમ એન્ડોક્રાઈનોલોજિસ્ટ અને ડાયાબેટોલોજિસ્ટ કહે છે.
જો ઉપવાસનો સમય ૧૨ કલાકથી વધુ રહોય ત્યારે તમારે ગ્લાયકોજન ડિપ્લેશન અને રિપ્લેશનની સ્થિતિ સર્જાઈ શકે છે. મોટાભાગના દર્દીઓ તેમનું પ્રથમ ભોજન સવારે લેતા હોય છે જ્યારે ગ્લાયકોજન ડિપ્લેશનની સ્થિતિ મોડી સાંજે રહેતી હોય છે જે એવું બિંદુ હોય છે કે કેટોજેનેસીસ સર્જાય છે. જો ભોજન સ્કીપ કરવામાં આવે છે ત્યારે ગ્લાયકોજન સંગ્રહનું ડિપ્લેશન થાય છે અને કેટોસીસ ઉપવાસના દિવસે વહેલું સર્જાય છે.
સમાજમાં ડાયાબિટીસમાં ફેલાવો આર્થિક ગેરલાભ છે અને તે ચિંતાનો વિષય છે. તેને અટકાવવાના તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. ડાયાબિટીસ રોગ ભારતમાં વધુ ઈકોનોમિકલી એડવાન્સ્ડ઼ રાજ્યોમાં વધી રહ્યો છે. આવા રાજ્યોમાં નજીકના ભવિષ્યમાં ડાયાબિટીસને અટકાવીને સ્થિર કરવામાં આવે એ જરૂરી છે. જો કે ભારતમાં આ મહારોગથી જે આર્થિક બોજ વધી રહ્યો છે તે ચિંતાજનક છે. કેમકે ભારતમાં મોટાભાગની ડાયાબિટીસ માટેની સારવારનો ખર્ચ ખૂબ વધુ હોય છે. તેને અટકાવવાના પગલા માટે લોકોને જાણકારી આપવી જરૂરી છે જે ડાયાબિટીસ વિકસી રહ્યો હોય એ સ્તરે જ લોકોને તેને અટકાવવામાં મદદ મળે. ખાસ કરીને એ ગ્રામીણ વિસ્તારોમાં આ જરૂરી છે જ્યાં ડાયાબિટીસ અંગેની જાગૃતિ ખૂબ ઓછી છે.
તમામ ડાયાબિટીક દર્દીઓ કે જેઓ રમઝાન વખતે ઉપવાસ કરતા હોય છે તેમણે રમઝાન શરૂ થાય તેના ૧ કે ૨ મહિના અગાઉ પોતાના ડાયાબિટીસ લેવલને ચકાસવું જોઈએ અને ડાયાબિટીસના એક્યુટ અને ક્રોનિક કોમ્પ્લિકેશન્સની હાજરી ચકાસવી જોઈએ. દર્દીઓનાં સમગ્ર સ્વાસ્થ્ય માટે ખાસ ધ્યાન આપવું જરૂરી છે અને તેમના ગ્લાયસેમિયા, બ્લડ પ્રેશર અને લિપિડસને અંકુશિત કરવામાં આવે એ જરૂરી છે. જ્યારે ઉપવાસ આધ્યાત્મિક રીતે આવશ્યક હોય છે પણ તેનાથી ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. આથી ડાયેટિશિયન્સ અને હેલ્થકેર પ્રોવાઈડર્સ ડાયાબિટીસના દર્દીઓને ઉપવાસની જોખમી સ્થિતિ વિશે જણાવી શકે છે. રમઝાન અને ડાયાબિટીસ અંગે સામાન્ય જાગૃતિ ફેલાવીને મેડીકલ અને ધાર્મિક સલાહ વચ્ચે સંવાદિતા સ્થાપી શકાય. હેલ્થકેર પ્રોફેશનલ્સને તાલીમ આપવી જોઈએ કે તેઓ સ્ટ્રક્ચર્ડ એજ્યુકેશન પ્રોગ્રામ આપે કે જમાં ઉપવાસ અને ડાયાબિટીસ અંગેની સમજ સામેલ હોય, ઈન્ડિવિડ્યુઅલ રિસ્ક ક્વોન્ટિફિકેશન તથા સુરક્ષિત ઉપવાસના વિકલ્પો સામેલ હોય. એજ્યુકેશનલ પ્રોગ્રામમાં ઉપવાસ વખતે શારીરિક પ્રવૃતિની તીવ્રતા અને સમય અંગેની સલાહ પણ સામેલ કરવી જોઈએ.
ડાયાબિટીસના દર્દીએ ઉપવાસ વખતે શું કરવું
• ઉપવાસ અગાઉ, દરમિયાન અને પછી ડોક્ટરની સલાહ લો
• તમારા ડાયેટમાં વધુ ફાઈબરવાળો ખોરાક ઉમેરો
• ખૂબ પાણી પીઓ અને સુગરફ્રી પ્રવાહી ઉપવાસ ન હોય એવા સમયમાં લો.
• તમારા દરરોજ અને ખાસ કરીને ઈન્સ્યુલિન લેતા હો તો અનેકવાર બ્લડસુગરને ચકાસો
• તમારા ભોજનમાં પુષ્કળ ફળ, શાકભાજી લો.
ઉપવાસ વખતે ડાયાબિટીસના દર્દીએ શું ન કરવું.
• બ્લડસુગર ઓછું કે વધુ થાય ત્યારે કોઈ ચેતવણીરૂપ ચિહ્નો જોવા મળે તો અવગણો નહી અને ડોક્ટરને તરત મળો.
• જો બ્લડસુગર લેવલ ૭૦ 70 mg/dL થી નીચું કે ૩૦૦ mg/dL થી વધે તો ઉપવાસ ચાલુ ન રાખવા સલાહભર્યુ છે.
• તળેલા પદાર્થો, મિઠાઈ અને કેફિનયુક્ત પીણા શક્ય એટલા ઓછા લો.
• વધુ પ્રમાણમાં કસરત, ખાસ કરીને ઉપવાસના કલાકોમાં ન કરો.
• કોઈ કિસ્સામાં તમારી દવા ડોક્ટરને પૂછ્યા વિના બંધ ન કરો.
ડાયાબિટીસવાળા દર્દીઓ માટે ઉપવાસ દરમિયાન ડાયેટરી સલાહ
- ખાતરી કરો કે ભોજન સારી રીતે સંતુલિત છે
- ૪૫-૫૦% કાર્બોહાઇડ્રેટ
- ૨૦-૩૦% પ્રોટીન
- <૩૫% ચરબી (પ્રાધાન્ય મોનો- અને પોલીઅનસેચ્યુરેટેડ)
- લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ, હાઈ ફાઈબર ફૂડ્સ ખોરાક શામેલ કરો જે ઉપવાસ પહેલા અને પછી ધીમે ધીમે ઊર્જા જારી કરે છે
દા.ત. ગ્રેનરી બ્રેડ, બીન્સ, રાઈસ
- પુષ્કળ ફળ, શાકભાજી અને સલાડ શામેલ કરો
- સંતૃપ્ત ચરબીમાં વધારે હોય તેવા ખોરાકને ઓછો કરો
દા.ત. ઘી, સમોસા, પકોરા
- ખાંડ મીઠાઈઓ ટાળો
- રસોઈ વખતે ઓછી માત્રામાં તેલ વાપરો
દા.ત. ઓલિવ, રેપીસીડ
- પીવાના પાણી અથવા અન્ય બિન-મીઠા પીણાઓ દ્વારા સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે હાઇડ્રેટેડ રાખો
- કેફીનયુક્ત અને મીઠી પીણા ટાળો