અમદાવાદ :બાબાસાહેબ આંબેડકર જ્યંતિના દિવસે ૧૪મી એપ્રિલના દિવસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જન જન સંપર્ક અભિયાન હેઠળ દરેક બૂથમાં પહોંચ્યા હતા. સામાજિક સમરસતા અને સૌનો સાથ સૌનો વિકાસના સુત્રને ચરિતાર્થ કરનાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ જુદા જુદા કાર્યક્રમો યોજ્યા હતા. તીવ્ર ગરમીમાં પણ કાર્યકરોએ પ્રચારમાં ભાગ લીધો હતો. લોકસંપર્કના બીજા રાઉન્ડ તરીકે સમગ્ર ૧૯૭૫થી વધુ બૂથમાં તમામ કાર્યકરોએ ઘરે ઘરે જઇને અનેક કાર્યક્રમો યોજ્યા હતા. જનતાએ પણ સારો પ્રતિસાદ આપ્યો હતો અને કાર્યકરોનો જુસ્સો વધાર્યો હતો.
તમામ લોકોએ પાર્ટીની વિચારધારાને સમર્થન આપ્યું હતું. ઘરે ઘરે દરવાજા પર પહોંચીને પ્રચાર કામગીરી હાથ ધરી હતી જે હજુ જારી રહેશે. વધુને વધુ મતદાનની ખાતરી કરવાના પ્રયાસ પણ થઇ રહ્યા છે.