રાજનીતિનુ અપરાધિકરણ વર્ષોથી ચર્ચાનો વિષય રહ્યો છે. લોકશાહી વ્યવસ્થામાં તે સૌથી મોટા કલંક તરીકે છે. ચારિત્રિક રાજનીતિમાં તે અશુભ સંકેત તરીકે પણ છે. રાજનીતિમાં સતત કલંકિત, બળવાખોરો અને અમીર લોકોની બોલબાલા રહી છે. અપરાધિ રેકોર્ડ ધરાવતા લોકોની પણ બોલબાલા રહી છે. ચૂંટણી સુધારા માટે કામ કરનાર સંસ્થા એડીઆરના રિપોર્ટમાં ફરી એકવાર ચોંકાવનારી બાબતો રજૂ કરવામાં આવી છે. આ મામલો ક્યારેય પણ અમારી સંસદના અવાજ તરીકે રહ્યો નથી. સત્તામાં રહેનાર પાર્ટી અને વિરોધ પક્ષમાં રહેનાર પાર્ટીઓએ હમેંશા અપરાધિઓ માટે તેમના દરવાજા ખુલ્લા રાખ્યા છે.
કરોડો રૂપિયા ચૂંટણી ડોનેશન તરીકે લઇને ટિકિટ આપવામાં આવે છે. ત્યારબાદ સંસદમાં પહોંચી જનાર આ પ્રકારના લોકો પાસેથી સારા દેખાવની અપેક્ષા કરી શકાય નહીં. આજે સામાન્ય માનવી ચૂંટણી લડવાની Âસ્થતીમાં નથી. ખુબ નીચેના સ્તર સુધી પહોંચી ગયેલી રાજનીતિમાં તે તેની કલ્પના પણ કરી શકે તેમ નથી. કહેવા માટે તો તે લોકશાહી વ્યવસ્થામાં એક ભાગીદારી તરીકે છે પરંતુ જમીની વાસ્તવિકતા એ છે કે સંસદમાં પહોંચી ગયેલા ૮૦ ટકા સાંસદ કરોડપતિ છે. લોકશાહીમાં ભૂમિકા અદા કરનાર સામાન્ય વ્યક્તિ આજે પણ નીચલા સ્તર પણ છે. અપરાધિક રેકોર્ડની સાથે સાથે ધનપશુ નેતા બની રહ્યા છે.
રાજનીતિ હવે જનસેવાના બદલે વેપાર બની ગઇ છે. રાજનેતાઓની સંપત્તિ પાંચ વર્ષમાં અનેક ગણી વધી રહી છે. ચૂંટણીમાં રાજનેતા ગરીબી દુર કરવાની વાતો તો કરે છે પરંતુ ગરીબની સ્થિતીમાં કોઇ સુધારો થઇ રહ્યો નથી. જ્યારે રાજનેતાઓની સંપત્તિ રેકોર્ડ ગતિથી આગળ વધે છે. ૧૭મી લોકસભા માટે હવે મતદાન થઇ રહ્યુ છે. કમનસીબ બાબત એ છે કે રાજનીતિમાં અપરાધિકરણને રોકવા માટે કોઇ પ્રયાસ સ્વતંત્રતા બાદ અસરકારક રીતે કરવામાં આવ્યા નથી. મતદાન કરનાર લોકો પણ જાતિ, ધર્મ અને સપ્રદાયમાં વિભાજિત થઇ ગયા છે. મતદારોનુ ધ્યાન વાસ્તવિક સમસ્યાથી દુર કરી દેવામાં આવ્યુ છે.
દેશના ૬૦ ટકા મતદારો નવી વિચારધારા ધરાવે છે. તે મત આપતા પહેલા પોતાના વિસ્તારના નેતાને કોઇ પ્રશ્ન કરતા નથી. રાજકીય પક્ષો તરફથી મેદાનમાં ઉતારી દેવામાં આવતા ઉમેદવારને મતદારો કેમ સ્વીકારી લે છે. આ જ કારણસર અપરાધિક રેકોર્ડ ધરાવનાર લોકો સંસદમાં પહોંચી જાય છે. ચૂંટણી પંચની જવાબદારીની સાથે સાથે સામાન્ય મતદારોની પણ કેટલીક જવાબદારી બની જાય છે. દાગી, કલંકિત અને અપરાધિક ઉમેદવાર જીતીને પણ ક્યા આદર્શ કામ કરનાર છે. અમારા લોકો તેમની પાસથી કઇ અપેક્ષા રાખી શકે છે. ચૂંટણી સુધારા માટે કામ કરનાર સંસ્થા એડીઆરનો હેવાલ ખુબ ચિંતાજનક છે. વર્ષ ૨૦૧૪માં સંસદમાં પહોંચી ગયેલા ૮૩ ટકા સાંસદ કરોડપતિ હતા. દરેક ત્રીજા સાંસદ પર અપરાધિક રેકોર્ડ રહેલા છે. જ્યારે ૩૩ ટકા તો માનનીય દાગી છે. ૫૪૩ સાંસદો પૈકી એડીઆર દ્વારા ૫૨૧ ઉમેદવારોના મામલે અભ્યાસની પ્રક્રિયા હાથ ધરી છે. એડીઆરમાં જે વાત કરવામાં આવી છે તે કોઇ કલ્પના નથી પરંતુ આંકડા સાથે વિગત છે. આ રિપોર્ટ ઉમેદવારો દ્વારા આપવામાં આવેલી માહિતીના આધાર પર છે.
જે લોકશાહીમાં અમે પારદર્શિકતા અને સુશાસનની વાત કરતા રહીએ છીએ તેમાં વાસ્તવિક ચહેરા કઇ અલગ વાત કરે છે. રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે કોઇ પણ હદ સુધી જઇ શકે છે. વર્ષ ૨૦૧૪માં સંસદની ગરિમા વધારનાર નેતાઓમાં ૪૩૦ કરોડપતિ છે. તેમની સરેરાશ સંપત્તિ ૧૫ કરોડની આસપાસ છે. ૩૨ સાંસદ એવા છે જેમની પાસે ૫૦ કરોડથી વધારેની સંપત્તિ છે. ૫૪૩ સાંસદો પૈકી માત્ર બે સુદામા છે. જેમની પાસે પાંચ લાખ રૂપિયાની સંપત્તિ છે. ૩૩ ટકા સાંસદ અથવા તો ૧૦૬ની સામે અપરાધિક કેસ છે. દસની સામે હત્યાના આરોપ છે. જ્યારે ૧૪ની સામે હત્યાના પ્રયાસના આરોપ છે. ૧૪ સાંસદો પર શાંતિપૂર્ણ માહોલ ખરાબ કરવાના આરોપ છે. રાજનીતિમાં મુડીવાદનુ પ્રભુત્વ વધી રહ્યુ છે. જે અપરાધિકરણ કરતા પણ વધારે ચિંતાજનક બાબત છે. ચૂંટણી દરમિયાન ગરીબી દુર કરવાના દાવા કરવામાં આવે છે. પરંતુ કેટલીક વાસ્તવિકતા જુદી રહેલી છે. રિપોર્ટ મુજબ ભાજપ પ્રમુખ અમિત શાહની સંપત્તિ સા વર્ષમાં ત્રણ ગણી વધી ગઇ હતી. જ્યારે રાહુલ ગાંધીની સંપત્તિ દસ વર્ષમાં દસ ગણી થઇ ગઇ છે