કેન્દ્ર સરકારે પોતાના જુદા જુદા મંત્રાલયમાં નવ પ્રોફેશનલોની સંયુક્ત સચિવ તરીકે નિમણૂંક કરી છે. આમાંથી મોટા ભાગના પ્રાઇવેટ સેક્ટર સાથે જોડાયેલા અધિકારી છે. અધિકારીઓના માળખાને નવ રંગ રૂપ આપવાના હેતુથી ગયા વર્ષે સરકારે લૈટરલ એન્ટ્રી મારફતે લોકોને ઉચ્ચ વહીવટી સેવામાં તક આપવાનો નિર્ણય કર્યો હતો. આનો અર્થ એ થયો કે પોત પોતાના ક્ષેત્રના નિષ્ણાંત લોકો યુપીએસસીની પરીક્ષા આપ્યા વગર પણ જોઇન્ટ સેક્રેટરી જેવા ટોપના હોદ્દા પર પહોંચી શકે છે. ગયા વર્ષે જુનમાં આના માટે આવેદન મંગાવવામાં આવ્યા હતા. જેનુ પરિણામ હવે જાહેર કરી દેવામાં આવ્યુ છે.
આ રીતે લેટરલ એન્ટ્રી મારફતે નિમણૂંક કરવામાં આવેલા અધિકારીઓની પ્રથમ ટીમ પોતાની જવાબદારી અદા કરી રહી છે. અધિકારીઓમાં ફેરફારની જરૂરિયાત છેલ્લા કેટલાક સમયથી અનુભવ કરવામાં આવી રહી હતી. કેટલાક લોકોનો તો આરોપ હતો કે સિવિલ સેવાન પરીક્ષાનુ માળખુ હવે એવુ બની ગયુ છે કે રટ્ટા મારનાર અને પુસ્તકને વાંચી જનાર લોકો વધારે સફળ થઇ રહ્યા છે. તેમના સમાજની સાથે કોઇ લેવા દેવા નથી. બીજી બાજુ સામાજિક અને આર્થિક સ્થિતી પણ એટલી હદ સુધી બદલાઇ ગઇ છે કે હવે વિકાસ કાર્યોની માટે કેટલાક પ્રકારના નિષ્ણાંત લોકોની જરૂર રહે છે. ઇન્ફોસીસના સ્થાપક નારાયણમુર્તિ તો અહીં સુધી કહી ચુક્યા છે કે આઇએએસને ખતમ કરીને તેની જગ્યાએ ઇન્ડિયન મેનેજમેન્ટ સર્વિસની રચના કરવી જાઇએ.
જેમાં જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંત લોકોને રાખવાની જરૂર હોય છે. કેટલાક લોકોનુ માનવુ હતુ કે આ માળખાને પૂર્ણ રીતે ખતમ કરવાના બદલે આને વધારે વ્યવસ્થિત કરવામાં આવે તે જરૂરી છે. આ જ કારણસર વર્ષ ૨૦૦૫માં પહેલા વહીવટી સુધારા આયોગની રિપોર્ટમાં ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. વહીવટી સુધાર પંચના અહેવાલમાં પ્રથમ વખત અધિકારીઓમાં લેટરલ એન્ટ્રી માટેનો પ્રસ્તાવ આવ્યો છે. જો કે આ કોઇ એકદમ નવી બાબત નથી. પહેલા પણ સરકારમાં ઉચ્ચ સ્તર પર સિવિલ સેવાના બહારના લોકોને રાખવામાં આવ્યા છે. તેમાં સૌથી મોટા દાખલા તરીકે તો પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ છે. જેમને વર્ષ ૧૯૭૧માં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં સલાહકાર તરીકે રાખવામાં આવ્યા હતા.
જ્યારે વડાપ્રધાન બન્યા બાદ સિંહે પોતે રઘુરામ રાજનને તેમના આર્થિક સલાકાર બનાવ્યા હતા. રઘુરામ રાજન પણ યુપીએસસીમાંથી પસંદ થઇને આવ્યા ન હતા. ન્યુઝીલેન્ડ, બ્રિટન અને અમેરિકા જેવા દેશોમાં પણ આ પ્રકારની નિમણૂંક કરવામાં આવે છે. ભારતમાં આ પ્રયોગ અધિકારીઓના સ્તરમાં વ્યાપક પરિવર્તન લાવી શકે છે. વર્તમાન સિસ્ટમમાં શરૂઆતથી જ એક અધિકારી આટલા પ્રકારના માળખાની વચ્ચેથી પસાર થાય છે કે તે અધિકારીને કેટલીક તકલીફ આવે છે. આ જ કારણસર અધિકારીઓ જોખમ લેવા માટે તૈયાર હોતા નથી. જુદા જુદા ક્ષેત્રોમાંથી આવેલા કુશળ અને નિષ્ણાંત લોકો ઝડપી લાવી શકે છે. સાથે સાથે સારા નિર્ણય કરવામાં મદદરૂપ બની શકે છે. આ નિષ્ણાંતો યોજનાઓને પહેલા કરતા અલગ રીતે અમલી કરવાની દિશામાં કામ કરી શકે છે.