આખરે જે પ્રક્રિયા મારફતે દેશમાં છેલ્લી કેટલીક ચૂંટણી થઇ ચુકી છે તેના પર આંગળી ઉઠાવવાની માંગ કેટલી વાજબી છે ? જા વિપક્ષને ઇવીએમ પર વિશ્વાસ ન હતો તો ચૂંટણી પ્રક્રિયા પહેલા વિરોધ કરવાની શરૂઆત કેમ કરી ન હતી. તે પહેલા વિરોધ કેમ કરી રહ્યા ન હતા. અચાનક વિરોધ કરવાની શરૂઆત કેમ કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કરવાની વાત કરીને એ વખતે પણ વિરોધ કરવાની જરૂર હતી. અથવા તો જ્યારે સુપ્રીમ કોર્ટે ફેંસલો પાંચ કેન્દ્રો માટે આપ્યો ત્યારે પણ ફેરવિચારણા અરજી કરી શકાઇ હોત.
દિલ્હી, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિગઢમાં વિધાનસભાની ચૂંટણી બાદ હવે વિપક્ષ દ્વારા હોબાળો કેમ શરૂ કરવામાં આવ્યો છે. એ વખતે વિરોધ પક્ષોએ વાંધાઓ કેમ ઉઠાવ્યા ન હતા. ચૂંટણી પ્રક્રિયા શરૂ થતા પહેલા ચૂંટણી નિષ્ણાંતો પાસેથી કેમ પહેલા ઇવીએમમાં ખામીને લઇને ચકાસણી કરાવી ન હતી.
ભારત જેવા વિશાળ દેશ અને વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં ચૂંટણી કરવા માટે અત્યાધુનિક ટેકનોલોજીની સાથે સાથે ખર્ચ પર ધ્યાન આપવાની જરૂર છે. મોટા પાયે આ મામલે તૈયારીની જરૂર હોય છે. હવે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે અધ વચ્ચે કોઇ કિંમતે આવી શંકા યોગ્ય હોઇ શકે નહીં. રાજકીય પક્ષોને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આગળ વધીને વિશ્વાસ કરવાની જરૂર છે.