મુંબઈ : મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે આજે રમાયેલી આઈપીએલની મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સ પર જીત મેળવી હતી. ચાર વિકેટે રાજસ્થાને જીત મેળવી લીધી હતી. રાજસ્થાન રોયલ્સને જીત અપાવવામાં બટલરે ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. બટલર ૮૯ રન કરને આઉટ થયો હતો. બટલરે માર ૪૩ બોલમાં આઠ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી આ રન બનાવ્યા હતા. જ્યારે સેમસને ૩૧ રન કર્યા હતા. આ અગાઉ પહેલા બેટીંગ કરતા મુંબઈ ઈન્ડિયને ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૭ રન કર્યા હતા. મુંબઈ તરફથી રોહિત શર્માએ ૪૭ અને ડીકોકે ૮૧ રન કર્યા હતા. બાકીના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. શાનદાર બેટીંગ કરવા બદલ બટલરની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરાઈ હતી. બટલર હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. સ્મીથ ૧૨ રન કરીને આઉટ થયો હતો તે આજે ફરીવાર નિષ્ફળ રહેતા તેના ચાહકો નિરાશ દેખાયા હતા.
હિટવેવથી બચવા સાવચેતી રાખવા શું કાળજી રાખવી, રાખો માત્ર આટલું ધ્યાન
માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ વગેરે જેવાં લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગનો અનુરોધ હાલમાં...
Read more