નવી દિલ્હી : અમૃતસરના જલિયાવાલા બાગમાં શાંતિપૂર્ણરીતે વિરોધ પ્રદર્શન કરવા માટે એકત્રિત થયેલા લોકો પર આજના દિવસે જ અંધાઘુંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જલિયાવાલા બાગ હત્યાકાંડને આજ સુધીના સૌથી મોટા નરસંહાર તરીકે ગણવામાં આવે છે. આ ઘટનાની યાદ તાજી જ્યારે થાય છે ત્યારે તમામ લોકો હચમચી ઉઠે છે. જલિયાવાલા બાગમાં વિરોધ પ્રદર્શન કરવા માટે હજારો લોકો એકત્રિત થયા હતા. પરંતુ આ લોકો પર જનરલ ડાયરે ગોળીબાર કરવાનો આદેશ જારી કર્યોહતો. આ જ દિવસે જોરદાર ખુની હોળી થઇ ગઇ હતી. આ ઘટનાને આજે ૧૦૦ વર્ષ પૂર્ણ થઇ ગયા છે.
જો કે આ ઘટના ક્યારેય દેશના લોકો ભુલી શકશે નહીં. હત્યાકાંડ બાદ બ્રિગેડિયર ડાયરને હન્ટર કમીશને કેટલાક પ્રશ્નો કર્યા હતા. જેમાં કેટલાક વૈધક પ્રશ્નો કરવામાં આવ્યા હતા. આ ભીષણ નરસંહાર થયા બાદ રવિન્દ્રનાથ ટાગોરે અગ્રેજી સરકાર પાસેથી પ્રાપ્ત નાઇટહુડ સન્માનને પરત આપી દેવાનો નિર્ણય કર્યો હતો. આ સન્માન તેમને ૧૯૧૫માં આપવામાં આવ્યુ હતુ. ૩૧મી મે ૧૯૧૯ના દિવસે વાયસરાયને લખવામાં આવેલા પત્રમાં ટાગોરે લખ્યુ હતુ કે આ સન્માન અમારા માટે એક શરમજનક બાબત બની ગઇ છે. તેઓ પોતાના હિસ્સા તરીકે હવે દેશના લોકો સાથે ઉભા રહેવા માટે ઇચ્છુક છે. ૧૦૦ વર્ષ પ્પહેલા આજના દિવસે જ જલિયાવાલા બાગને બ્રિટીશ સેનાએ ખુની રવિવાર બનાવી દીધો હતો. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે આ કૃત્યને રાક્ષસી કૃત્ય તરીકે ગણાવીને આની ટિકા કરી હતી. જો કે બ્રિટીશ સરકારે આજ સુધી આ નરસંહાર માટે માફી માગી ચુકી નથી.
માફી માંગવા માટેની માંગ માત્ર ભારતીય લોકો દ્વારા જ નહીં બલ્કે બ્રિટનના સાંસદ અને પાકિસ્તાને પણ માફી માંગવાની માંગણી કરી છે. બ્રિટનને માફી માંગવામાં પરેશાની શુ છે તેને લઇને પણ ચર્ચા નિષ્ણાંતોમાં રહી છે. બ્રિટનને હજુ પણ એવી દહેશત સતાવી રહી છે કે જો ૧૦૦ વર્ષ પહેલા કરવામાં આવેલા કૃત્ય માટે તે માફી માંગશે તો બીજા દેશો જેમ કે દક્ષિણ આફ્રિકામાંથી પણ આવી માંગ ઉઠી શકે છ. ૨૦મી સદીમાં બોઅર કેમ્પમાં, અકાળ અને બિમારી આશે ૨૮ હજાર લોકો જેમા મોટા ભાગના મહિલાઓ અને બાળકો હતા તેમના મોત માટેના કારણ બન્યા હતા. ભારતીય દ્વારા હજુ સુધી જલિયાવાલા બાગ હત્યાકાંડમાં માર્યા ગયલા લોકો માટે વળતરની માંગ કરી નથી.
અત્રે નોંધનીય છે કે બ્રિટીશ સરકારે માઉ માઉ બળવાના સમય ૫૨૩૯ કેન્યન લોકોને ૨૦૧૩માં ૨૦ મિલિયન પાઉન્ડની રકમ ચુકવવામાં આવી હતી. વખતે બ્રિટીશ સરકાર જલિયાવાલા બાગ ખુની ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવાર માટ ૧૯.૪૨ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. જેન આજની દ્રષ્ટએ જાવામાં આવે તો આ રકમ ૧૦૮ કરોડ રૂપિયાની આસપાસની થાય છે. જલિયાવાલા બાગ ખતરનાક હત્યાકાંડને લઇને દુનિયા હચમચી ઉઠી હતી.