નવી દિલ્હી : પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ શિવપાલ સિંહ યાદવે કહ્યુ છે કે તમામ બાબતોને ધ્યાનમાં લઇને પરિવારની પુત્રવધુની સામે કન્નોજમાં પોતાના ઉમેદવારને ન ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિવપાલે કહ્યુ છે કે તેમના નજીકના લોકો દ્વારા આ પ્રકારની માંગ સતત કરવામાં આવી રહી હતી. સમાજવાદી પાર્ટીના વડા અને અન્યો દ્વારા તમનુ સતત અપમાન કરવામાં આવી રહ્યુ હતુ તેમ છતાં હવે કન્નોજની બેઠક પર પોતાના ઉમેદવારને ન ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિવપાલે ફિરોજાબાદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આ મુજબની વાત કરી હતી.
પત્રકારો દ્વારા કરવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં શિવપાલે કહ્યુ હતુ કે પાર્ટીના લોકો અને તેમના શુભેચ્છકોની માંગને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે. શિવપાલ અને અખિલેશ યાદવ વચ્ચે સારા સંબંધ રહેલા છે પરંતુ અખિલેશ દ્વારા તેમની સાથ યોગ્ય વર્તન કરવામાં ન આવતા આખરે શિવપાલ પાર્ટી સાથ છેડો ફાડી લીધો હતો. પીએસપી વડા પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ભાજપ સરકાર પર તેજાબી પ્રહારો કર્યા હતા.
યોગી આદિત્યનાથના અલી અને બજરંગ બળીના નિવેદનને લઇન પણ હોબાળો મચેલો છે. જા ક યોગીને નોટીસ આપવામાં આવ્યા બાદ યોગ્ય જવાબ આપી દેવામાં આવ્યો છે. યોગી આ અંગ પંચને લખવામાં આવેલા જવાબમાં કહ્યુ છે કે તેઓ આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરશે નહીં. ઉત્તરપ્રદેશમાં જો કે ચૂંટણી માટ મતદાનની શરૂઆત થયા બાદ આક્ષેબાજીનો દોર જારી રહે તેવી શક્યતા છે. ઉત્તરપ્રદશમાં ચૂંટણી સૌથી રોમાંચક બને તેવા સંકત મળી રહ્યા છે.