અખાત દેશમાં કમાણી કરવા માટે ગયેલા ભારતીયો દ્વારા મહેનત કરીને જે નાણાં ભારતમાં મોકલી દેવામાં આવે છે તેની હમેંશા પ્રશંસા થાય છે પરંતુ આના માટે જે કિંમત ભારતીયો ચુકવે છે તેની ક્યારેય ચર્ચા જાવા મળતી નથી. હાલમાં જ આરટીઆઇ હેઠળ એકત્રિત કરવામાં આવેલી સુચના બાદ મુલ્યાંકન પછી જે ચિત્ર સપાટી પર આવ્યુ છે તે કેટલાક પ્રશ્નો ઉઠાવે તે સ્વાભાવિક છે. સાથે સાથે આ માહિતી હચમચાવી મુકે તેવી પણ છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ત્યાંથી આવતી દરેક એક અબજ ડોલરના બદલે સરેરાશ ૧૧૭ ભારતીયોના મોત થાય છે. સીએચઆઇના ખાસ પ્રયાસોના કારણે જુદા જુદા દેશોના ચિત્ર સપાટી પર આવ્યા છે. જેમાં બહેરીન, ઓમાન, કતાર, કુવેત, સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમિરાત ગયેલા લોકોને લઇને ચોંકાવનારી વિગત સપાટી સપાટી પર આવી છે.
છેલ્લા સાઢા છ વર્ષના ગાળામાં થયેલા ભારતીયોના મોતના સંબંધમાં કેટલીક વિગત ખુલી છે. તેમના દ્વારા મોકલવામાં આવેલા આંકડા પણ ભેગા કરવામાં આવ્યા છે. આછ દેશોનુ મહત્વ એટલુ છે કે આ છ દેશોમાંથી સૌથી વધારે રકમ ભારત મોકલી દેવામાં આવે છે. દુનિયાભરમાં ફેલાયેલા ભારતીય મુળના લોકોની સંખ્યા ત્રણ કરોડથી વધારે છે. જે પૈકી ૯૦ લાખ લોકો અખાત દેશોમાં છે. જ્યાં સુધી બહારથી મોકલી દેવામાં આવતી રકમની વાત છે ત્યાં સુધી વર્ષ ૨૦૧૨થીવર્ષ ૨૦૧૭ વચ્ચેના ગાળામાં દુનિયામાંથી આવેલી રકમ પૈકી અડધાથી વધારે રકમ આ દેશોમાંથી જ મોકલી દેવામાં આવી હતી. આ પાંચ વર્ષમાં સમગ્ર દુનિયામાંથી ૪૧૦.૩૩ અબજ ડોલરની રકમ ભારતીયોએ સ્વદેશ મોકલી હતી. જે પૈકી ૨૦૯.૦૭ અબજ ડોલર અખાત દેશોમાંથી જ મોકલવામાં આવી હતી. જા કે આ અવધિ દરમિયાન જ ૨૪૫૭૦ ભારતીયોના મોત થયા છે.
એટલે કે દરરોજ સરેરાશ ૧૦ ભારતીય દુર્ઘટના અથવા તો એકાએક બિમારીના કારણે મરતા રહ્યા છે. આમાંથી મોટા ભાગના મોત સ્વાભાવિક નથી. રોજી રોટીની શોધમાં અખાત દેશ જતા ભારતીય કામદારોને ખુબ ખરાબ પરિસ્થિતી વચ્ચે રહેવાની ફરજ પડે છે. એક રિપોર્ટ મુજ સંયુક્ત અરબ અમિરાતમાં ૨૦૧૭માં ૩૩૯ ભારતીય નાગરિકોના મોત થયા હતા. જે પૈકી ૬૫ ટકા ૪૫ વર્ષથી પણ નીચેની વયના હતા. મોટા ભાગના લોકોના મોત લુ લાગવા અને હાર્ટ અટેકના કારણે થયા હતા.
આજે જ્યારે સમગ્ર વિશ્વમાં ભારતના ડંકાની વાત કરવામાં આવી રહી છે ત્યારે બે દેશોના વિકાસને ગતિ આપનાર લોકો આ રીતે માર્યા જાય તે વાત કોઇને ગળે ઉતરતી નથી. વાસ્તવિકતા એ છે કે અખાત જનાર મોટા ભાગના લોકો મજુરો હોય છે. કામકાજનુ વાતાવરણ તેમને યોગ્ય રીતે મળતુ નથી. ડોક્ટર, એÂન્જનિયર અને સ્કીલ લેબરને મળે છે તેવુ વાતાવરણ તેમને મળતુ નથી પરંતુ તેઓ ભારતીય નાગરિક છે અને તેમના જીવન પણ અમારા માટે બિલકુલ યોગ્ય છે. આ બાબતને સમજાવી દેવાની જવાબદારી સૌથી પહેલી સરકારની છે. અખાત દેશોમાં રહેતા ભારતીય નાગરિકો સન્માનથી રહે તે જરૂરી છે.