નવી દિલ્હી : ઉત્તરપૂર્વીય પાકિસ્તાનના એક પહાડી પર સ્થિત એ મદરેસા જેના પર ભારતીય હવાઇ દળ દ્વારા આશરે છ સપ્તાહ પહેલા ભીષણ હુમલો કર્યો હતો તેને લઇને હજુ સુધી માહિતી છુપાવવા માટેના પ્રયાસ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન તમામ માહિતી ગુપ્ત રાખવા ઇચ્છે છે. તેને થયેલા નુકસાનની માહિતા જાહેર કરવા તૈયાર નથી. બાલાકોટમાં ભારત દ્વારા હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓના અડ્ડાને ફુંકી મારવામાં આવ્યા હતા.
ભારત દ્વારા ફુંકી મારવામાં આવેલા મદરેસા અંગે માહિતી પાકિસ્તાન આપવા માટે તૈયાર નથી. બાલાકોટમાં જેશે મોહમ્મદના ત્રાસવાદી અડ્ડાઓ પર ભારત દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. ત્રાસવાદી અડ્ડાને ફુંકી મારવામાં આવ્યા બાદ હવે પ્રથમ વખત પાકિસ્તાને ત્યાં પત્રકારોને લઇ જવામાં આવ્યા હતા. વિદેશી ન્યુઝ સંગઠનો માટે કામ કરતા પત્રકારોના એક જથ્થાને ત્યાં લઇ જવામાં આવ્યા હતા. ઇસ્લામાબાદ સ્થિત વિદેશ રાજદ્ધારીઓને પણ લઇ જવામાં આવ્યા હતા. હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે પત્રકારોને હેલિકોપ્ટર મારફતે બાલાકોટના જોબા લઇ જવામાં આવ્યા હતા.