મુંબઈ : મુંબઈ સબ અર્બન (વેસ્ટર્ન લોકલ)ને આજે ૧૫૨ વર્ષ પુરા થઇ ગયા છે. વર્ષ ૧૮૬૭માં આજના દિવસે જ પ્રથમ લોકલ ટ્રેન ચાલી હતી. આ અગાઉ મુંબઈ વડોદરા અને સેન્ટ્રલ ઇન્ડિયન કંપનીની ફોરકાર સર્વિસ ચાલી રહી હતી. મોડેથી કંપનીએ જાખમ લઇને લોકલની શરૂઆત કરી હતી. એ વખતે આ સેવા માત્ર એક રાઉન્ડ સુધી જ મર્યાિદત હતી. આ ટ્રેન સવારે ૬.૪૫ વાગે વિરારથી રવાના થતી હતી અને સાંજે ૫.૩૦ વાગે બોમ્બે બેંક ઉપર પહોંચતી હતી તે વખતે ટ્રેનમાં ત્રણ વર્ગ સામેલ કરવામાં આવ્યા હતા. તેમાં સામાન્ય, બીજી શ્રેણીમાં યાત્રા કરતા હ તા. દરેક પ્રતિ માઇલ માટે ૭ પૈસાની ટિકિટ હતી.
ત્રીજી શ્રેણી માટે ભાડા ત્રણ પૈસા હતા. મહિલાઓ માટે ટ્રેનમાં અલગથી સેકન્ડ ક્લાસ કોચ હતા. આ ઉપરાંત સ્મોકિંગ ઝોનની વ્યવસ્થા હતી. તે વખતે ચર્ચગેટથી વિરારની યાત્રા આજની સરખામણીમાં ઓછા અંતરમાં પૂર્ણ કરી શકાતી હતી. કારણ કે, બંને સ્ટેશનોની વચ્ચે એટલા સ્ટેશન ન હતા જેટલા આજે છે. ભારતમાં પ્રથમ ટ્રેન ૧૬મી એપ્રિલ ૧૮૫૩માં બની હતી પરંતુ આ લોકલ આજે નથી. સૌથી પહેલા પહેલી ફેબ્રુઆરી ૧૮૬૫ના દિવસે કલ્યાણથી ઉત્તર અને માહિમ સેક્શન વચ્ચે જે ટ્રેન દોડી હતી તેને લોકલ નામ આપવામાં આવ્યું હતું. રેલવે અધિકારી માને છે કે, જે શાનદારરીતે વેસ્ટર્ન લોકલનું સંચાલન કરવામાં આવી રહ્યું હતું કેટલું મહત્વ તેને આપવામાં આવ્યું ન હતું. વેસ્ટર્ન રેલવેના પૂર્વ ચીફ ઓપરેશન મેનેજર શ્રીવાસ્તવ કહે છે કે, આ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે.
જે લાઈન ઉપર લાખો લોકો દરરોજ મુસાફરી કરી રહ્યા છે. તેને ૧૫૨ વર્ષ પુરા થયા છે. હજુ પણ મોટાભાગના લોકો આ બાબતથી પરિચિત નથી. વેસ્ટર્ન રેલવેમાં દરરોજ ૧૩૨૩ વખત ટ્રેનોની અવરજવર થાય છે. દર ત્રીજા મિનિટમાં નવી સર્વિસ એટલે કે આગામી ટ્રેન આવે છે.ઐતિહાસિક તારીખોની વાત કરવામાં આવે તો ૧૨મી એપ્રિલ ૧૮૬૭ના દિવસે વિરારથી પ્રથમ લોકલ ટ્રેનની શરૂઆત થઇ હતી. ૧૮૯૨ સુધી બોમ્બે, વડોદરા અને સેન્ટ્રલ ઇન્ડિયન દ્વારા ટ્રેનોની સંખ્યા વધારવામાં આવી હતી. વિરાર જતી લોકલ ટ્રેનોની સંખ્યા ચાર કરવામાં આવી હતી. બોરીવલ્લી માટે એક, બાંદરા માટે ૨૭ લોકલ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. પ્રથમ ફાસ્ટ લોકલ બેંક બે સ્ટેશનથી બાંદરા રુટ ઉપર ચાલી હતી. વર્ષ ૧૯૦૦માં વિરાર માટે પાંચ બોરીવલી માટે સાત, અંધેરી માટે ત્રણ અને બાંદરાથી જતી લોકલ ટ્રેનોની સંખ્યા ૨૯ કરાઈ હતી. આજે દરરોજ ૩૫ લાખ યાત્રી લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે.