આજે મોટા ભાગના ક્ષેત્રમાં મંદી જોવા મળે છે. કોઇને કોઇ ક્ષેત્રમાં મંદીને જોઇ શકાય છે. કોઇ પણ કારોબારમાં મંદી આવવા માટેના અનેક કારણો હોય છે. આવી સ્થિતીમાં હિમ્મત સાથે આગળ વધવાની જરૂર રહે છે. જ્યારે સેલ્સ સાથે જોડાયેલા કારોબારમાં મંદી આવવા લાગે ત્યારે શુ કરવુ જોઇએ તેને લઇને હાલમાં જુદા જુદા નિષ્ણાંતોના અભિપ્રાય સપાટી પર આવ્યા છે. આજે આપણે કોઇ પણ ફિલ્ડ પર નજર કરીએ તો મંદીની માર તેને કોઇને કોઇ સમય ચોક્કસપણે ઝેલવી પડી છે તે બાબત ઉભરીને સપાટી પર આવે છે. સેલ્સમાં મંદી આવવાની બાબત ચોક્કસપણે નિરાશાજનક છે.
કારણ કે તે કોઇની આજીવિકાના સાધન તરીકે હોય છે. જેથી મોટી સમસ્તા સર્જાઇ જાય છે. જો સેલ્સ થશે નહીં તો પૈસા પણ આવશે નહી. પરંતુ મંદીના સંબંધમાં સૌથી સારી બાબત એ છે કે તે સ્થાયી હોતી નથી. જા મંદીના ગાળામાં થોડાક પણ પ્રયાસ કરવામાં આવે તો સફળતા હાંસલ કરી શકાય છે. મંદીના ગાળામાં થોડીક વધારે મહેનત કરવામાં આવે તો આ નિરાશાજનક દૌરમાંથી બહાર નિકળી શકાય છે. ત્યારબાદ પોતાની સેલ્સને નવી ઉંચાઇ પર લઇ જવામાં સફળતા હાંસલ કરી શકાય છે. સામાન્ય રીતે મંદીથી લોકો નિરાશ થઇ જાય છે. સાથે સાથે મોટિવેશન પણ ખતમ થવા લાગી જાય છે.
યાદ રાખવા જેવી બાબત એ છે કે સફળતા માઇન્ડ સેટની વાત છે. જો દિમાદ યોગ્ય જગ્યાએ અને ધ્યાન કેન્દ્રિત કરી શકાશે નહીં તો કોઇ પણ ક્ષેત્રમાં સફળતા મળી શકે તેમ નથી. જેથી સેલ્સમાં કમી આવી જાય તો પણ એક સેલ્સ પર્સન તરીકે પોતાના ઉદ્ધેશ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધી શકાય છે. સફળતા ન મળે તો પણ ફોકસ્ડ રહેવાની વાત સૌથી મહત્વપૂર્ણ હોય છે. મંદીના ગાળા દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરીને રહેવામાં આવે તે સૌથી ઉપયોગી બાબત હોય છે. જેથી રચનાત્મક અને સકારાત્મક રહેવાની જરૂર હોય છે. જ્યારે પણ સેલ્સ ડાઉન થવા લાગી જાય છે ત્યારે અથવા તો જ્યારે પણ મંદી છવાઇ જાય છે ત્યારે આપણા મનમાં કેટલાક પ્રકારની વાત આવવા લાગી જાય છે. એ વખતે એવા વિચાર આવે છે કે હાલમાં આ કામને બંધ કરી દેવાની જરૂર છે અને થોડોક સમય નિકળવા દેવાની જરૂર છે. પરંતુ આ પ્રકારની વિચારણા ક્યારેય કરવી જાઇએ નહી.
કારણ કે જે ચીજા ચાલુ છે તે બંધ કરી દઇશુ તો સ્થિતી વધારે ખરાબ થતી જશે. અને વાપસી કરવાની બાબત ક્યારેય શક્ય બનશે નહી. જે ચીજ સેલ્સને વધારે છે તે ચીજો સતત કરતા રહેવાની જરૂર છે. માત્ર આગળ વધવાના મક્કમ ઇરાદા રાખવાની જરૂર હોય છે. મદદની તલાશ પણ કરી શકાય છે. જો તમે ખરેખર સંઘર્ષ કરી રહ્યા છો તો પરિવારના બીજા સભ્યોની અથવા તો અન્ય કોઇની પાસેથી મદદ લેવાની જરૂર છે. યોગ્ય લોકોની મદદ લેવાની સાથે સાથે તેમની સલાહ પણ ઉપયોગી સાબિત થાય છે. બીજી બાજુ જ્યારે તમે કોઇ બિઝનેસ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છો ત્યારે તેના માટે ખુબ વધારે સવાલ પુછતા રહેવાની જરૂર હોય છે. કારણ આમાંથી જવાબ નિકળીને આવે છે.
ખુબ ઓછા એન્ટરપ્રેન્યોર આ બાબત જાણે છે કે સવાલ નવા મોટા વેન્ચર શરૂ કરવાના સૌથી મોટા મનાધ્યમ તરીકે હોય છે. જો તમે કોઇ મોટા કારોબારની શરૂઆત કરવા માટે ઇચ્છુક છો તો સૌથી સારી બાબત સારા વિચાર સપાટી પર પહેલા આવે તે જરૂરી છે. કોઇ નવા આઇડિયા બિઝનેસને નવી ઉચી સપાટી પર લઇને જઇ શકે છે. કેરિયરને આગામી લેવલ સુધી લઇ જવામાં પણ આઇડિયાની ચાવીરૂપ ભૂમિકા હોય છે. પ્રશ્નો કરવાથી કઇ વ્યક્તિ પાસેથી ક્યારે યોગ્ય આઇડિયા મળી જાય તે કહેવાય નહી. એક સારા આઇડિયા પર શાનદાર બિઝનેસની શરૂઆત કરી શકાય છે.
ફોલોઅપ સવાલની સાથે સારી બાબત એ છે કે આના માટે ખુબ વધારે તૈયારીની જરૂર હોય છે. તે એ જ વખતની વાતચીત પર આધારિત હોય છે. જેથી તમામ વાતચીતને ખુબ ગંભીરતા સાથે સાંભળવામાં આવે તે જરૂરી છે. વાતચીત ધ્યાનથી સાંભળી લીધા બાદ જ પ્રશ્ન કરવા જોઇએ. પ્રશ્ન પુછતી વેળા નર્વસનેસ આવી શકે છે પરંતુ આ પ્રકારની બાબત દર્શાવવી જોઇએ નહી. જ્યારે સવાલ કેજ્યુઅલ મેનરમાં કરવામાં આવે છે ત્યારે કેટલીક બાબતો પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી હોય છે.