ઉડ્ડયન સેક્ટરમાં હાલમાં એક પછી એક નવી સમસ્યા આવી રહી છે. એરલાઇન્સ માટે તેમની ફ્લાઇટ ઓપરેશનમાં પણ રાખવા સામે પણ પડકારો આવી રહ્યા છે. જો અભ્યાસ કરવામાં આવે તો જાણી શકાય છે કે આ ક્ષેત્રમાં મંદી માટે કેટલાક નક્કર કારણો રહેલા છે. હાલમાં ઉડાણો મુશ્કેલ બની રહી છે. સંસ્થાપક ચેરમેન નરેશન ગોયલે હોદ્દો છોડી દીધા બાદ અને આશરે ૨૦૦ કરોડ રૂપિયાની તાત્કાલિક મદદ મળી ગયા બાદ પણ જેટ એરવેઝનુ સંકટ અકબંધ રહ્યુ છે.
આ રકમ તો કર્મચારીઓને ગયા ડિસેમ્બર મહિનાના પગારની ચુકવણીમાં અને ફ્યુઅલની બાકી રહેલી રકમની ચુકવણી કરવામાં જ પૂર્ણ થઇ ગઇ છે. હજુ બહારની મદદ મળશે નહીં તો ઉદારીકરણના આ દોરમાં આવેલી શરૂઆતી ઉડ્ડયન કંપનીઓ પૈકીની એક એવી જેટ એરવેઝ એપ્રિલ મહિના અંત સુધી સંપૂર્ણ પણ બંધ થઇ જવાના સંકેત દેખાઇ રહ્યા છે. આ કંપનીને તાત્કાલિકિ ધોરણો મદદની જરૂર દેખાઇ રહી છે. હાલના દિવસોમાં તમામનુ ધ્યાન જેટ એરવેઝ તરફ છે પરંતુ વાસ્તવિકતા એ છે કે દેશમાં પૂર્ણ એવિએશન સેક્ટર છેલ્લા કેટલાક સમયથી ભારે સંકેટમાં છે. સંકટમાંથી બહાર નિકળી જવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં તેમાં કોઇને કોિ હિસ્સાની હાલત કફોડી બની રહી છે. વિજય માલ્યાની કિંગ ફિશર પહેલાથી જ ડુબી ચુકી છે અને બંધ પણ થઇ ચુકી છે.
પરંતુ હાલના સમયમાં ઇન્ડિગો, સ્પાઇસ જેટ અને ગોએરની હાલત પણ કફોડી બનેલી છે. સરકારી એર ઇન્ડિયાની હાલત પણ સારી નથી તમામ નાની મોટી એરલાઇન્સ નાણાંકીય મોરચા પર મુશ્કેલીનો સામનો કરી રહી છે. ૪૨.૫ ટકા માર્કેટ હિસ્સેદારી ધરાવનાર ઇન્ડિગોની વાત કરવામાં આવે તો ડિસેમ્બરમાં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં તેના શુદ્ધ નફામાં ૭૫ ટકા સુધીનો રેકોર્ડ ધટાડો થયો છે. જ્યારે આ ત્રિમાસિક ગાળામાં સ્પાઇસ જેટના શુદ્ધ નફામાં ૭૭ ટકા સુધી મોટો ઘટાડો થયો છે. સ્થિતી એ છે કે ક્ષેત્રીય એરપોર્ટ વિકસિત કરવામાં આવ્યા બાદ બે વર્ષ પહેલા જ લોંચ કરવામાં આવેલી ઉડાણ સ્કીમ હેઠળ ટેન્ડર ભરનાર છ એરલાઇન્સ પોતાના ઓપરેશન બંધ કરી ચુકી છે. આની કિંમત યાત્રીઓને ચુકવવાની ફરજ પડી રહી છે. આના કારણે યાત્રીઓને ફ્લાઇટ કેન્સિલેશન અને વધારી દેવામાં આવેલી ટિકિટની કિંમતોચુકવવાની ફરજ પડી છે.
એવિએશન સેક્ટરની અનિયમતત્તાના કારણે સરકારની હાલત પણ કફોડી બની રહી છે. અત્રે નોંધનીય છે કે ભારતમાં હજુ સુધી ઉડ્ડયન ક્ષેત્ર અથવા તો એવિએશન સેક્ટર સરકારી પૈસા પર આગળ વધતા કેટલીક તકલીફો આવતી રહી છે. હજ અંગેની સબસિડી હોય કે પછી સરકારી વિમાની યાત્રા કરનાર લોકોના બિલની ચુકવણી કરવાની બાબત હોય તમામ મોરચે કેટલીક સમસ્યા આવતી રહી છે. જ્યારે સરકારો આના ખર્ચને લઇને સાવધાન થઇ ત્યારે અને કાનગી વમાની કંપનીઓની દરમિયાનગીરીથી વિમાની યાત્રી પણ સામાન્ય રીતે આમાં આવવા લાગી ગયા છે. આ વિશાળ ગ્રાહક વર્ગને આકર્ષિત કરવા માટે ટિકિટના દર ઓછા રાખવાની ફરજ પડી હતી. આવી સ્થિતીમાં ફ્યુઅલ, પા‹કગ અને લીઝના વધતા જતા ખર્ચની વચ્ચે સંતુલન જાળવવા માટેની બાબત મુશ્કેલરૂપ બની ગઇ છે. જેટ એરવેઝની સ્થિતમાં સુધારા તો ચોક્સપણે થશે એવી આશા છે પરંતુ ઉડ્ડયન સેક્ટરની સામે જે તકલીફો આવી રહી છે તે દિશામાં વધારે પ્રયાસ કરવાની જરૂર છે. કારણ કે સમસ્યા હજુ વધી શકે છે. બોઇંગ ૭૩૭ વિમાન બંધ કરવામાં આવ્યા બાદ પણ કેટલીક સમસ્યા ઉભી થઇ ગઇ છે. આ સમસ્યાને પણ લાંબા ગાળે તો દુર કરી લેવામાં આવનાર છે પરંતુ આ સેક્ટરના ફેલાવા માટેના પડકારો હજુ અકબંધ રહેનાર છે. જા માર્ચ ૨૦૧૯માં પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષમાં ભારતીય કંપનીઓનુ નુકસાનને ધ્યાનમાં લેવામાં આવે તો આંકડો કુસ ૧.૭ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. અને આગામી નાણાંકીય વર્ષમાં ઘટીને ૫૫થી ૭૦ કરોડ ડોલરની વચ્ચે રહી શકે છે. જા કે ફાયદામાં જવાની બાબત તો ભારે મુશ્કેલ સમાન છે. ઉડ્ડયન સેક્ટરની સ્થિતીને સરળ કરવા માટે જુદા જુદા પગલા લેવામાં આવે તે જરૂરી છે.