સેક્સી અને બોલ્ડ સ્ટાર રિયા સેન સતત ચર્ચામાં

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : ફિલ્મો કરતા સોશિયલ મિડિયામાં પોતાના બોલ્ડ અને સેક્સી ફોટોના કારણે સતત ચર્ચામાં રહેલી રિયા સેનના  પાસે હાલમાં કોઇ મોટી ફિલ્મો આવી રહી નથી. વિતેલા વર્ષોમાં સૌથી વધારે ચર્ચામાં રિયા સેન જ રહી હતી. રિયા સેના પોતાના નવા નવા પ્રેમીઓ સાથે સંબંધ અને કિસિંગ સીનના કારણે કેરિયરની શરૂઆતમાં જાણીતી રહી હતી. જા કે હવે તે લગ્ન કરી ચુકી છે. રિયા સેન લગ્ન કર્યા બાદ  પણ હજુ સુપરહિટ રહેલી છે. રિયા સેનના પરિવારના સભ્યો દશકોથી ફિલ્મોમાં રહ્યા છે.

જેમાં તેની ગ્રાન્ડ મધર સુચિત્રા સેનનો સમાવેશ થાય છે. સુચિત્રા સેન બોલિવુડની સૌથી મહાન અભિનેત્રીઓ પૈકીની એક તરીકે ગણવામાં આવે છે. તેની એક્ટિંગ કુશળતાની બોલિવુડમાં નોંધ લેવામાં આવી હતી. સુચિત્રાએ બોલિવુડ ફિલ્મોમાં ઉલ્લેખનીય સફળતા હાંસલ કરી હતી. તેમની યાદગાર ફિલ્મોમાં આંધીનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત રિયા સેનની માતા મુનમુન સેને પણ પોતાની કેરિયરમાં અનેક યાદગાર ફિલ્મો કરેલી છે. મુનમુન સેનની બંને પુત્રીઓ બોલિવુડમાં અભિનેત્રી તરીકે રહી છે.

રિયા સેને પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. વિષકન્યા નામની ફિલ્મ સાથે કેરિયરની શરૂઆત કરવામાં આવી હતી. કોલકત્તામાં તેનો જન્મ થયો હતો. ત્યારબાદ તે લોરેટા સ્કુલમાં અભ્યાસ કરવા માટે પહોંચી હતી. વર્ષ ૧૯૯૧માં આવેલી વિષકન્યા નામની ફિલ્મમાં તે બાળ કલાકાર તરીકે હતી. ત્યારબાદ વર્ષ ૨૦૦૧માં સ્ટાઇલ ફિલ્મ મારફતે તે અભિનેત્રી તરીકે બોલિવુડમાં પ્રવેશી ગઇ હતી. થોડાક સમય પહેલા તેના લગ્ન થયા હતા. રિયા માને છે કે તે હજુ પણ કેટલીક સારી ફિલ્મો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

Share This Article