અમદાવાદ: અમદાવાદ સ્થિત વિશ્વકક્ષાની ફાર્માસ્યુટિકલ કંપની અને ડબલ્યુએચઓ- જીએમપી માર્ગદર્શિકાઓ પ્રમાણે થેરાપ્યુરિક પ્રોડક્ટસ બનાવતી અને આઈએસઓ ૯૦૦૧-૨૦૧૫ પ્રમાણપત્ર ધરાવતી લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિ.ને ક્રિસિલ તરફથી પ્રોત્સાહક રેટિંગ્સ પ્રાપ્ત થયા છે. ભારતીય કંપનીઓને રેટિંગ આપવાનું કાર્ય કરતી ક્રિસિલે તાજેતરમાંજ લિંકન ફાર્માસ્યુટિકલ્સને લાંબા ગાળાની બેન્ક સુવિધાઓ માટે એ માઈનસ એટલે કે સ્થિરનું અને ટૂંકાગાળાની બેન્ક સુવિધાઓ માટે એ ટુ પ્લસનું રેટિંગ આપ્યું છે. આ રેટિંગ્સ દર્શાવે છે કે લિંકન ફાર્માની પ્રવૃત્તિઓ અને નાણાંકીય તાકાત સુધરી રહી છે.
આગામી દિવસોમાં કંપની વધારે સારા રેટિંગ્સ પ્રાપ્ત કરે તેવી ધારણા છે. આમ, વિશ્વકક્ષાની ફાર્માસ્યુટિકલ કંપની અને ડબલ્યુએચઓ- જીએમપી માર્ગદર્શિકાઓ પ્રમાણે થેરાપ્યુરિક પ્રોડક્ટસ બનાવતી અને આઈએસઓ ૯૦૦૧-૨૦૧૫ પ્રમાણપત્ર ધરાવતી લિંકન ફાર્માસ્યુટિકલ્સે વધુ એક સિધ્ધિ હાંસલ કરી છે. દેશના ફાર્માસ્યુટીકલ ક્ષેત્રમાં પણ લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિ.ની આ સિધ્ધિની હકારાત્મક નોંધ લેવાઇ રહી છે. આગામી દિવસોમાં આ રેટિંગ્સ અને વધુ સારા રેટિંગ્સ પ્રાપ્ત કરવાના આયોજન સાથે લિંકન ફાર્માસ્યુટિકલ્સ પ્રગતિના નવા શિખરો અને સોપાન સર કરવા સજ્જ બની છે.