ગુન્હાથી બચવાનો સૌથી યોગ્ય રીત છે તેની શોધ કરવી. દિલ્હી ખાતે દિલ્હી પોલીસના 71માં સ્થાપના દિવસ પરેડને સંબોધિત કરતા કેન્દિરીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું. તેમણે દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ કર્યો કે તેઓ અપરાધ નિયંત્રણ રણનીતિને આધુનિક બનાવે. પોલીસ દળને નવીનતમ આધુનિકતાથી પૂર્ણ કરવાની સલાહ આપતા રાજનાથ સિંહે જણાવ્યું કે અપરાધિત તપાસમાં ફોરેંસિક મહત્વપૂર્ણ ભાગ છે અને સરકાર રાષ્ટ્રીય રાજધાની ખાતે વધુ ફોરેંસિક પ્રયોગશાળાઓ સ્થાપિત કરી રહી છે તથા ટૂંક સમયમાં જ ગુન્હા અ ગુન્હા ટ્રેકિંગ નેટવર્ક અને પ્રણાલી પૂર્ણ રીતે કાર્ય કરવા લાગશે જેથી દિલ્હી પોલીસની ક્ષમતાઓમાં વધારો થશે.
રાજનાથ સિંહે હાલમાં જ અપહરણ કરાયેલ બાળકને બચાવવા અને આતંકવાદી જુનેદને પકડવામાં દિલ્હી પોલીસને મળેલી સફળતા માટે તેમની પ્રશંસા કરી હતી. તેમણએ દિલ્હી પોલીસને તેમની સામુદાયિક પુલિસીગ અને ખાનગી જાણકારી પ્રણાલીની પ્રશંસા પણ કરી હતી.
લેટિન અમેરિકાના બોગોટા શહેરનું ઉદાહરણ આફતા રાજનાથ સિંહે જણાવ્યું કે કેવી રીતે પોલીસે એક સમય ગુન્હાહિત ગતિવિધિયોના ગઢ રહેલા શહેરને સુરક્ષિત શહેરમાં પરિવર્તીત કર્યું. પ્રભાવી રણનીતિ સાથે દિલ્હી અને મુંબઇ જેવા મહાનગરોમાં પણ ગુન્હાનો ગ્રાફ 70 ટકા સુધી ઓછો થઇ શકે છે. કોઇપણ ગુનેગાર પોલીસની પકડમાંથી નીકળી શકતો નથી. દિલ્હી દેશની રાજધાની છે અ દેશવાસી દિલ્હી પોલીસને ન માત્ર એક રાજ્યની પોલીસ પરંતુ સમગ્ર રાષ્ટ્રની પોલીસના રૂપમાં જુએ છે, તેથી દેશવાસીયોને દિલ્હી પોલાસ પાસેથી ઘણી આશાઓ છે.