હાલ મા , સ્ટાર પ્લસે તેના આગામી શો એક ભ્રમ – સર્વગુન સંપન્ન’ ના પ્રોમો રિલીઝ કર્યો. ટીવી શો અભિનેત્રી શ્રેણુ પરીખ આ શોમાં જહાન્વી પાત્રમાં જોવા મળશ. જો કે, આ શો એક હાઈ પ્રોફાઇલ પ્રભાવશાળી ફેમિલીની રીયલ વાર્તાથી પ્રેરિત છે, જેના વિશે નિર્માતાઓ ખૂબ રહસ્ય રાખ્યું છે.
નિર્માતાઓને આ પરિવાર સાથે સંબંધિત માહિતીને ગુપ્ત રાખવાની સૂચના આપી છે, કારણ કે પ્રતિષ્ઠિત ફેમિલી તેમના નામો જાહેર કરવા માંગતો નથી.હાલમા શો નો એક ઇન્ટરેસ્ટિંગ પ્રોમોએ દર્શકોમાં જિજ્ઞાસા વધારી છે જેમાં જહાન્વીએ એક આદર્શ સાસુ હોવાનો ઢોંગ કર્યો છે, જ્યારે જહાન્વી તેમના સાસુ વિરુદ્ધ કાવતરું રચીતી જોવા મળે છે.
સુમિત સોડાની દ્વારા નિર્દેશિત અને સની સાઇડ અપ ફિલ્મ્સ દ્વારા નિર્મિત શો ‘એક ભ્રમ – સર્વગુન સંપન્ન’ માં મુખ્ય ભૂમિકામા શ્રેણુ પરીખ અને ઝૈન ઇમામ જોવા મળશે.