મુંબઇ : શેરબજારમાં આજે ભારે ઉથલપાથલ જોવા મળી હતી. જો કે, કારોબારના છેલ્લા કલાકમાં જોરદાર લેવાલી જામતા બેંચમાર્ક ઇન્ડેક્સમાં ઉછાળો જાવા મળ્યો હતો. બીએસઈ સેંસેક્સ કારોબારના અંતે ૨૩૮ પોઇન્ટ ઉછળીને ૩૮૯૩૯ની સપાટીએ રહ્યો હતો. કારોબાર દરમિયાન ઇન્ડેક્સ ક્રમશઃ ૩૮૯૭૯ અને ૩૮૫૯૯ની ઉંચી અને નીચી સપાટીએ રહ્યો હતો. આજે સેંસેક્સમાં તેજી લાવવામાં આઈસીઆઈસીઆઈ બેંક, આઈટીસી, એÂક્સસ બેંક, એચડીએફસી બેંક, યશ બેંક અને ટીસીએસના શેરમાં જોરદાર ઉછાળો જાવા મળ્યો હતો. બ્રોડર માર્કેટમાં મિડકેપ ઇન્ડેક્સમાં ૨૩ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૪૨૦ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૫ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૯૭૨ નોંધાઈ હતી.
નિફ્ટી ઇન્ડેક્સ ૬૭ પોઇન્ટ ઉછળીને ૧૧૬૭૨ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો મિડિયા કાઉન્ટર સિવાય તમામ ઇન્ડેક્સમાં તેજી રહી હતી. પીએસયુ બેંકના શેરમાં સૌથી વધારે તેજી જાવા મળી હતી. ગઇકાલે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ ઘટીને ૩૮૭૦૧ની નીચી સપાટી રહ્યો હતો. શેરબજારમાં બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સમાં ૧૧૬૫૦ની સપાટી રહી હતી વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા પાંચ કારોબારી સેશનમાં એપ્રિલમાં ૮૬૩૪ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. શેરબજારમાં હકારાત્મક Âસ્થતિ આને માટે જવાબદાર છે. માર્ચ મહિનામાં વિદેશી રોકાણકારોએ ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં રોકાણકારોએ ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા.
નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતા. અમેરિકી ફેડરલ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરવામાં આવ્યા બાદ તેના કારણે પણ એફપીઆઈ ભારત તરફ આકર્ષિત થઈ રહ્યું છે. ક્રુડ ઓઈલની કિંમતો સ્થિર રહી છે. જેની અસર પણ વિદેશી મૂડીરોકાણકારોના મૂડી પ્રવાહ ઉપર થઈ છે. આ વર્ષની ધીમિ ગતીએ શરૂઆત થયા બાદથી એફપીઆઈમાં ઈક્વિટી માર્કેટમાં આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે. જાણકાર લોકોનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ બજારમાં તેજી રહી શકે છે. જાન્યુઆરી મહિનામાં યુએસ ફેડરલ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો.