અમદાવાદ : ભારતની સૌથી મોટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાઓમાંની એક શ્રેય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ લિમિટેડ (શ્રેય) રીડીમ કરી શકાય તેવા સિક્યોર્ડ નોન-કન્વર્ટીબલ ડિબેન્ચર્સ (એનસીડી)નો પબ્લિક ઈશ્યુ રજૂ કરે છે. આ ઈશ્યુની ફેસવેલ્યૂ રૂ. ૧૦૦૦ છે અને કુલ રૂ. ૧૦૦ કરોડ(બેઝ ઈશ્યુ પ્રાઈસ)ના ઈશ્યુ ઉપરાંત રૂ.૪૦૦ કરોડના ઓવરસબસ્ક્રીપ્શન જાળવવાનો વિકલ્પ રહેશે. આમ કુલ રૂ.૫૦૦ કરોડ(પ્રથમ તબક્કાની ઈશ્યુ સાઈઝ)નો ઈશ્યુ રહેશે, જેની કુલ મર્યાદા રૂ.૧૫૦૦ કરોડ રહેશે.
એનસીડી બ્રિકવર્કનું ‘બીડબલ્યુઆર એએ+’ (બીડબલ્યુઆર ડબલ એ પ્લસ) (આઉટલૂક : સ્થિર)નું ક્રેડિટ રેટિંગ ધરાવે છે. પાંચ વર્ષની મુદત માટે બધી જ કેટેગરીના રોકાણકારો માટે સર્વોચ્ચ કુપન વાર્ષિક ૧૦.૭૫% છે. બધી જ શ્રેણીના રોકાણકારો માટે ત્રણ વર્ષની મુદત માટે સર્વોચ્ચ કુપન વાર્ષિક ૧૦.૫૦% અને ૪૦૦ દિવસની મુદત માટે સર્વોચ્ચ કુપન વાર્ષિક ૯.૭૫% છે. શ્રેયના વર્તમાન શૅરધારકો, શ્રેય અને શ્રેય ઈક્વિપમેન્ટ ફાઈનાન્સ લિમિટેડ (એસઈએફએલ) બંનેના એનસીડી/બોન્ડધારકો અને સિનિયર સિટિઝન્સ જેવી શ્રેણીના રોકાણકારોને તે ૦.૨૫%ની વધારાની કુપન ઓફર કરશે. વધારાની કુપન રોકાણકારોની કોઈપણ શ્રેણી માટે ૪૦૦ દિવસની મુદતની શ્રેણી પર લાગુ પડતી નથી.
સૂચિત એનસીડી ઈશ્યુ અંગે ટીપ્પણી કરતાં શ્રેયના સીઈઓ શ્રી રાકેશ ભુટોરિઆએ જણાવ્યું હતું કે, ‘આરબીઆઈ દ્વારા તાજેતરમાં ૨૫ બેસીસ પોઈન્ટનો રેટ કટ કરવામાં આવ્યો છે તેના સંદર્ભમાં સારી કિંમતનો એનસીડી રીટેલ રોકાણકારોની પ્રથમ પસંદગી બન્યા છે. કેટલાક દાયકાના મજબૂત વારસા સાથે શ્રેય અમારા હિસ્સેદારો અને રોકાણકારોના હિતો અને વિશ્વાસને જાળવી રાખતા સાતત્યપૂર્ણ રીતે કામ કરે છે. અમે કોર્પોરેટ બોન્ડ માર્કેટને વ્યાપક બનાવવા માટે કટીબદ્ધ છીએ અને અમારી તાજેતરની ઓફરને ખૂબ જ સારી માગ મળે તેવી અમને અપેક્ષા છે.
સૂચિત એનસીડી બીએસઈ (બીએસઈ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ તરીકે) પર લિસ્ટેડ છે. એનસીડીની ફાળવણી ડિમટીરિયલાઈઝ્ડ સ્વરૂપે રોકાણકારોની તમામ શ્રેણીમાં ફરજિયાત છે. રીટેલ સાથે સંસ્થાગત અને બીન-સંસ્થાગત, ચેરીટેબલ/ધાર્મિક ટ્રસ્ટો પણ આગામી ટ્રાન્ચ ૧ ઈશ્યુ માટે અરજી કરી શકશે.
ટ્રાન્ચ ૧ ઈશ્યુના લીડ મેનેજર્સ કાર્વી ઈન્વેસ્ટર સર્વિસીસ લિમિટેડ, એસએમસી કેપિટલ્સ લિમિટેડ અને શ્રેય કેપિટલ માર્કેટ્સ લિમિટેડ છે.