મુંબઇ : અભિનેતા સંજય દત્તની લોકપ્રિયતા આજે પણ અકબંધ રહી છે. તેની પાસે નવી નવી ફિલ્મની ઓફર આ વયમાં પણ આવી રહી છે. લાઇફમાં અનેક ઉતારચઢાવ વચ્ચેથી પસાર થઇ ચુક્લા સંજય દત્તની પાસે ફરી ફિલ્મોની શ્રેણીબદ્ધ ઓફર આવી રહી છે. તે સૌથી પહેલા હવે કલંકમાં નજરે પડનાર છે. જે એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે. જેમાં જેમાં માધુરી દિક્ષિત, વરૂણ ધવન, આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપુરનો સમાવેશ થાય છે. કલંક હવે ૧૭મી એપ્રિલના દિવસે રજૂ કરવામાં આવનાર છે.
કલંક બાદ અબ્બાસ મસ્તાન નવી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. આ ફિલ્મ એક્શન અને સસ્પેન્સથી ભરપુર રહેશે. ફિલ્મ માટે સંજય દત્તની પસંદગી કરવામાં આવી છે. ફિલ્મના અન્ય કલાકારોના સંબંધમાં ટુંક સમયમાં જ નિર્ણય કરવામાં આવનાર છે. સંજય દત્ત હાલના દિવસોમાં પોતાની આવનાર ફિલ્મ કલંકને લઇને વ્યસ્ત છે. તેની પાસે અન્ય કેટલાક મોટા પ્રોજેક્ટ પણ રહેલા છે. બીજી બાજુ એવા અહેવાલ આવ્યા છે કે અબ્બાસ મસ્તાનની નવી ફિલ્મને લઇને તમામ તૈયારી કરવામાં આવી ચુકી છે. ફિલ્મના બાકીના કલાકારોના સંબંધમા ટુંક સમયમાં જ નિર્ણય કરવામાં આવનાર છે.
ટુંક સમયમાં જ અન્ય કલાકારોની પસંદગી કરી લેવામાં આવ્યા બાદ ફિલ્મના શુટિંગના સંબંધમાં નિર્ણય લેવામાં આવનાર છે. જા કે સંજય દત્તની પસંદગી તો પહેલાથી જ કરી લેવામાં આવી છે. એમ માનવામાં આવે છે કે ફિલ્મ આગામી વર્ષે ફ્લોર પર જશે. જા નિર્ધાિરત કાર્યક્રમ મુજબ ફિલ્મ આગળ વધશે તો પ્રથમ વખત થશે જ્યારે સંજય દત્ત અબ્બાસ મસ્તાની સાથે ફિલ્મમાં રહેશે. અબ્બાસ મસ્તાન મોટા ભાગે સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. અબ્બાસ મસ્તાનની વિતેલા વર્ષોની મોટા ભાગની સસ્પેન્સ ફિલ્મ સફળ સાબિત થઇ ચુકી છે.