દેશમાં લોકસભાની ચૂંટણી માટેનો તખ્તો ગોઠવાઇ ગયો છે ત્યારે કેટલાક મામલે ચર્ચા ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી માટે મતદાનના પ્રથમ તબક્કા આડે ગણતરીના દિવસો રહ્યો છે ત્યારે સર્જિકલ સ્ટ્રાઇક, હવાઇ હુમલાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષ પર પ્રહારો કરી રહ્યા છે. દેશમાં હાલમાં કેટલાક વિષય પર ચર્ચા છેડાઇ ગઇ છે. જેમાં મુખ્ય ચાર મુદ્દા પર ચર્ચા છે જેમાં ઉદ્યોગ, રાષ્ટ્રવાદ, નરેન્દ્ર મોદી અને પ્રજાનો સમાવેશ થાય છે.
એકબાજુ સરકારના દાવા ચૂંટણી પહેલા મતદારોની અંદર નવી આશા જગાવે છે. બીજી બાજુ કેટલાક અર્થશાસ્ત્રી નોટબંધી અને જીએસટીના કારણે સરકારની ઉભી થયેલી નકારાત્મક છાપને લઇને મોદીના કામને નબળા તરીકે ગણે છે. અન્ય એક મહત્વપૂર્ણ બાબત એ ચે કે ૫૪ ટકા સીઇઓ એવા છે જે તેમના કામની પ્રશંસા કરતા રહે છે. તેમના કામથી પ્રભાવિત છે. ભલે સીઇઓ સર્વે મોદી સત્તામાં પરત ફરશે તેવી વાત કરે છે પરંતુ આ બાબતની અવગણના કરી શકાય નહી કે ભારતમાં ચૂટણી જીતની ચાવી જનતાના હાથમાં છે. આ બાબતને નકારી શકાય નહી કે સરકારની કેટલીક ફ્લેગશીપ યોજના અપેક્ષા મુજબની ગતિથી વધી શકી નથી. પરંતુ આની નિષ્ફળતા માટે અધિકારીઓને જવાબદાર ગણી શકાય છે.
કારણ કે સમય પર આ યોજના અમલી થઇ શકી નથી. બીજુ કારણ એ છે કે ભાજપ શાસિત રાજ્યોમાં કેટલાક મુખ્યપ્રધાન સારી કામગીરી અદા કરી શક્યા નથી. સીઇઓના એક જુથને લાગે છે કરે જે કામ મોદીએ પોતાની પ્રથમ અવધિમાં કર્યા છે તેના સારા પરિણામ તેમની બીજી અવધિમાં મળવા લાગી જશે. આ સર્વે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે જ્યારે ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના લોકો મોદી અને નાણાંપ્રધાન અરૂણ જેટલી સામે પહોંચ્યા ત્યારે તેમને લાગ્યુ કે તેઓ ઇન્ડસ્ટ્રીઝની તકલીફથી વાકેફ છે. ભલે આ સર્વે ૨૦૧૯ની ચૂંટણીમાં મોદીની વાપસી માટે મંજુરીની મહોર મારે છે પરંતુ પ્રજા કેટલાક મુદ્દાને લઇને પરેશાન થયેલી છે. આ પરિણામ એવા સમય પર આવ્યા છે જ્યારે જીડીપીના હાલમાં જ જારી કરવામાં આવેલા આંકડા પર ભાજપ સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો કે સ્વતંત્રતા બાદ તેના શાસનકાળમાં સૌથી વધારે પ્રગતિ થઇ છે.
યુપીએ દાવો કરે છે કે તેઓ એનડીએ માટે પૂર્ણ અને મજબુત અર્થવ્યવસ્થા મુકીને ગયા હતા. જે પહેલા અવધિમાં ૮.૮૭ ટકા અને મોડેથી ૯.૫ ટકાના દરે વધી હતી. અમને આ બાબત યાદ રાખવાની જરૂર છે કે વર્ષ ૨૦૦૪ અને ૨૦૦૮ દરમિયાન ગ્લોબલ ઇકોનોમી બુમ કરી રહી હતી. અને મંદીના કારણે જ્યારે બેલુન ફાટી ગયા ત્યારે તમામ દેશો માટે આર્થિક સમસ્યા આવવાની શરૂઆત થઇ ગઇ હતી. હાલમાં જ નીતિ આયોગના ચેરમેન રાજીવ કુમારે દલીલ કરી છે કે વર્ષ ૨૦૦૯-૧૧ અને તે પહેલાના વર્ષમાં ઉચ્ચ વિકાસ દરનો આંકડો બેંકો પાસેથી થયેલી જારદાર ફંડિગના કારણે આવ્યો હતો. જેના કારણે દેશની અર્થવ્યવસ્થાને પાટાથી ઉતારી દીધી છે. સામાન્ય રીતે જાવામાં આવે તો મોદીના વિજન અને તેમની લીડરશીપમાં હજુ પણ લોકોને આશા દેખાય છે.
આ બાબતને નકારી શકાય નહી કે સરકારની કેટલીક ફ્લેગશીપ યોજના સરળ રીતે આગળ વધી શકી નથી. વડાપ્રધાન મોદી કહી રહ્યા છે કે જ્યારે દેશ વર્ષ ૨૦૨૨માં સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠ મનાવશે ત્યારે ૫૦ લાખ લોકોને તેમના પોતાના ઘર મળી ચુક્યા હશે. ૯૯ ટકા ગ્રામીણ અને શહેરી ઘર સુધી વીજળી પહોંચી જશે. મોદી મુદ્રા યોજના મારફતકે સાત કરોડ લોકોને લોન આપવામાં આવી હોવાની વાત કરી રહ્યા છે સાથે સાથે સાત કરોડ ટોઇલેટ્સ નિર્માણની વાત કરી રહ્યા છે. ૧.૨ લાખ કિલોમીટરના માર્ગ નિર્માણની વાત કરી રહ્યા છે. એકબાજુ આ દાવા સરકારને લઇને આશા જગાવે છે પરંતુ કેટલાક અર્થશાસ્ત્રી નોટબંધી અને જીએસટીને લઇને સરકારને નિષ્ફળ ગણે છે. સીઇઓ દ્વારા એવો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે સંરચનાત્મક સુધારાના કારણે નકારાત્મક પ્રભાવની સ્થિતી ખમત થઇ રહી છે. મેન્યુફેકચરિંગ અને ગ્રાહક ખર્ચમાં મજબુત સ્થિતી જોવા મળી રહી છે.