બેંગ્લોર : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હારનો સિલસિલો યથાવતરીતે જારી રહ્યો છે. આજે વધુ એક હાર થઇ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આજે દિલ્હી કેપિટલે હાર આપી હતી. પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૯ રન કર્યા હતા. વિરાટ કોહલીએ સૌથી વધુ ૪૧ રન બનાવ્યા હતા. જા કે, તેની બેટિંગ પણ અપેક્ષા મુજબની રહી ન હતી. ૪૧ રન બનાવવામાં કોહલીએ ૩૩ બોલ લીધા હતા.
બીજી બાજુ મોઇન અલીએ ૧૮ બોલમાં ૩૨ રન કર્યા હતા. ડિલિવિયર્સ માત્ર ૧૭ રન કરીને આઉટ થયો હતો. બેંગ્લોરની આજની હાર સાથે જ સતત છઠ્ઠી હાર થઇ હતી. તેની હવે આગામી તબક્કામાં પહોંચવાની તકોનો લગભગ અંત આવ્યો છે. જીતવા માટે ૧૫૦ રનના લક્ષ્યોનો પીછો કરતા દિલ્હીએ અય્યરના ૬૭ રનની મદદથી ૧૮.૫ ઓવરમાં આ રન બનાવી લીધા હતા. દિલ્હી કેપિટલના કેપ્ટન અય્યરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે યોગ્ય સાબિત થયો હતો અને બેંગ્લોરની ટીમનો ફ્લોપ શો યથાવતરીતે જારી રહ્યો હતો.