મુંબઈ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ત્રણ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૪૦૫૯૭ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. આ ઉપરાંત આરઆઈએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય રિઝર્વ બેંકે ચોથી તારીખે નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ની તેની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠકના પરિણામ જાહેર કર્યા હતા.
ધારણા પ્રમાણે જ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ ૬.૨૫ ટકાના બદલે છ ટકા થઇ ગયો હતો. સતત બીજી વખત રિઝર્વ બેંક દ્વારા રેપોરેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ૨૦૧૬માં આની રચના કરવામાં આવ્યા બાદ મોનિટરી પોલિસી દ્વારા બીજી વખત વ્યાજદરમાં ઘટાડો કરાયો હતો.
છેલ્લી ફેબ્રુઆરીની પોલિસી બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી ૬.૨૫ ટકા અકરાયો હતો. એનપીસીએ ૨૫ બેઝિક પોઇન્ટનો રેટમાં ઘટાડો કરવા ૪- ૨ની તરફેણમાં નિર્ણય લીધો હતો. રિવર્સ રેપોરેટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આની સાથે જ આ દર ૫.૭૫ ટકા થયો હતો. કમિટિએ નાણાંકીય વર્ષ ૨૦૨૦ના જીડીપી ગ્રોથનો અંદાજ ૭.૨ ટકા આંકવામાં આવ્યો હતો. સીપીઆઈ ફુગાવો ૨.૪ ટકા રહ્યો છે. ૨૦૧૮-૧૯ના ચોથા ત્રિમાસિક ગાળામાં સીપીઆઈ ફુગાવો વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ ગાળામાં ૨.૯થી ૩ ટકા રહ્યો હતો. એમએસએફના દર અને બેંક રેટના દર ૬.૨૫ ટકાના દરે રહ્યા છે.