અમદાવાદ : ભાજપના સ્થાપના દિવસની સમગ્ર ભારતમાં ઉજવણી વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં બે તબક્કામાં ભવ્ય રોડ શો કરીને લોકસંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો. ધર્મગુરુઓ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ અમિત શાહનું અભિવાદન કરીને વિજય ભવના આશીર્વાદ આપ્યા હતા. અમિત શાહે જહાં હુએ બલિદાન મુખરજી, વો કાશ્મીર હમારા હૈ, જા કાશ્મીર હમારા હૈ વો સારા કા સારા હૈના બુલંદ નારા સાથે ભવ્ય રોડ શોનો પ્રારંભ કરાવ્યો હતો. ભારત માતા કી જય અને વંદેમાતરમના નામથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્ત્તિમય બન્યું હતું.
- ભાજપના સ્થાપના દિવસે બે તબક્કામાં અમિત શાહના રોડ શોમાં લોકો ઉમટી પડ્યા
- રોડ શોમાં સવારે વેજલપુરથી વ†ાપુર અને સાંજે રાણીપમાં કાર્યક્રમો યોજાયા
- બે તબક્કાના ભવ્ય રોડ શોમાં લોકો સ્વયંભુ ઉમટી પડ્યા
- ધર્મગુરુઓ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આશીર્વાદ માટે પહોંચ્યા
- રોડ શોને લઇને પહેલાથી જ કાર્યકરો દ્વારા ભવ્ય તૈયારી કરવામાં આવી
- પ્રથમ તબક્કાના રોડ શોની શરૂઆત સવારે ૯ વાગે કરવામાં આવી
- બીજા તબક્કાના રોડશોની શરૂઆત સાંજે ૫.૩૦ વાગે રાણીપ રામજીમંદિરથી કરાઈ
- રોડ શોમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા
- ભાજપા સ્થાપના દિને શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને માઁ ભારતીને પુષ્પાંજલી અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ
- જહા હુએ બલિદાન મુખરજી, વો કશ્મીર હમારા હૈ, જો કાશ્મીર હમારા હે, વો સારા કા સારા હૈ’’ નો નારો બુલંદ બનાવી પ્રચંડ રણટંકાર કર્યો
- રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ખુલ્લા રથમાં સવાર થઇ પ્રજાનું અભિવાદન ઝીલ્યું.
- લોક સંપર્ક રથ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમિત શાહનો ફોટો મૈં ભી ચૌકીદાર, મોદી હૈ તો મુમકીન હૈ નું ધ્યાનાકર્ષક ચિત્રણ
- વિવિધ સોસાયટીઓ તથા મુખ્ય માર્ગો પર પ્રજાજનોએ સ્વયંભૂ અબ કી બાર ૪૦૦ કે પાર, મૈં ભી ચૌકીદાર, મોદી હૈ તો મુમકીન હૈ તથા હમ ચૌકીદાર કે સાથ હૈના બેનરો લગાવ્યા
- રબારી સમાજ – મારવાડી સમાજના લોકો દ્વારા પરંપરાગત વેશભુષામાં સાંસ્કૃતિ નૃત્ય કરી અમિત શાહનું સ્વાગત કર્યુ
- સરખેજ ચાર રસ્તા પાસે લઘુમતી સમાજ દ્વારા ફૂલહાર અને પુષ્પવર્ષાથી અમિત શાહનું સ્વાગત