નવી દિલ્હી : બળવાની સ્થિતિ અને મતદારોમાં રહેલી નારાજગીને લઇને ભારતીય જનતા પાર્ટી ૨૦૧૯ લોકસભાની ચૂંટણીમાં તેના વર્તમાન સાંસદો પૈકીના એક તૃતિયાંશ જેટલા સાંસદોને ટિકિટ નહીં આપે તેમ માનવામાં આવે છે. આના સંકેત મળવા લાગી ગયા છે. હજુ સુધી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો પૈકી અનેક વર્તમાન સાંસદોની ટિકિટ કપાઈ ચુકી છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેર હેઠળ જીતી ચુકેલા મોટી સંખ્યામાં સાંસદોની ટિકિટ કપાઈ ચુકી છે. હજુ સુધી છેલ્લી ચૂંટણીમાં જીતેલા સાંસદો પૈકી ૭૧ સાંસદોને પડતા મુકવામાં આવી ચુક્યા છે. આ દોર હજુ જારી રહે તેમ માનવામાં આવે છે. ભાજપ આ વખતે લોકસભાની ચૂંટણીમાં વધુ સારા દેખાવના ઈરાદા સાથે જે સાંસદોની સામે નારાજગી જોવા મળી રહી છે અથવા તો જે સાંસદોના કામને લઇને મતવિસ્તારના લોકો નાખુશ દેખાઈ રહ્યા છે તે સાંસદોની ટિકિટ કાપવામાં આવી રહ છે.
હજુ આ આંકડો વધવાના સંકેત છે. હજુ સુધી ૨૬ સીટોમાં ઉમેદવારી બાકી રહી છે. ભાજપ આ વખતે લોકસભાની ચૂંટણીમાં ૪૦૦ બેઠકો ઉપર ચૂંટણી લડનાર છે. બાકીની બેઠકો એનડીએના ઘટક પક્ષો માટે છોડી દીધી છે. પહેલાથી જ ૭૧ સાંસદોની ટિકિટ કાપવામાં આવી ચુકી છે. વર્ષ ૨૦૧૪માં મોદી લહેરના કારણે લોકસભામાં પહોંચી ગયેલા સાંસદોના નિરાશાજનક દેખાવથી મતદારો નાખુશ દેખાઈ રહ્યા છે. ફિડબેક અને અન્ય તમામ આંકડા મેળવી લેવામાં આવ્યા બાદ હવે વર્તમાન સાંસદોની ટિકિટ કાપવામાં આવી રહી છે. આ સિલસિલો હજુ યથાવતરીતે જારી રહેશે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે તમામ બાબતોને ગંભીરતાપૂર્વક હાથ ધરીને સાંસદોના કામના દેખાવની માહિતી મેળવી લીધી છે.
આગામી દિવસોમાં તેમના નામ જાહેર કરવામાં આવે ત્યારે વધુ આક્રમક પગલા લેવામાં આવી શકે છે. આ વખતે કેટલાક નવા સાથીઓ પણ રહ્યા છે. બિહારમાં જેડીયુને રાજી કરવા માટે પણ કેટલીક બેઠકો છોડી દેવાની ફરજ પડી છે. બીજી બાજુ શિવસેના જેવા જુના પક્ષો સાથે તાલમેલ બેસાડવા માટે પણ પગલા લેવાઈ રહ્યા છે. છત્તીસગઢમાં તમામ ૧૦ વર્તમાન સાંસદોને પડતા મુકવાનો નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. હાલમાં જ યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીનો કંગાળ દેખાવ રહ્યો હતો. આવી સ્થિતિમાં પાર્ટીએ આ વખતે કોઇ જોખમ લીધા વગર નિરાશાજનક દેખાવ કરનારને પડતા મુકવાનો નિર્ણય કર્યો છે. તમામ સાંસદો ઉપર એક સમાન નિર્ણયો અમલી કરવામાં આવી રહ્યા છે.