ચૈત્રી નવરાત્રીની આજે શરૂઆત થઇ ચુકી છે. નવરાત્રી ઉત્સવ હવે નવ દિવસ સુધી ચાલનાર છે. ચૈત્ર નવરાત્રીના ગાળામા કેટલાક લોકો તો નવ દિવસ સુધ ઉપવાસ કરે છે. સાથે સાથે કઠોર ધારા ધોરણ પાળે છે. નિષ્ણાંત તબીબો કહે છે કે સગર્ભા મહિલાઓ પણ શ્રદ્ધા રાખીને ઉપવાસ કરી શકે છે પરંતુ મહિલાને કેટલીક સાવચેતી જરૂરી છે. ગર્ભવતી મહિલાઓ કેટલીક બાબતોનુ ધ્યાન રાખે તે જરૂરી છે. તબીબો કહે છે કે જો ગર્ભવતિ મહિલા ઉપવાસ કરવા માંગે છે તો સૌથી પહેલા આ બાબતને ધ્યાનમાં રાખવી પડશે કે તેનામાં લોહીની કમી હોવી જોઇએ નહીં. તેને કમજોરીનો અનુભવ પણ રહેવો જોઇએ નહીં.
- વ્રત અથવા તો ઉપવાસના ગાળા દરમિયાન સગર્ભા મહિલાએ દરેક બે કલાકમાં કોઇને કોઇ ચીજો ખાતા રહેવાની જરૂર હોય છે
- ઉપવાસના ગાળા દરમિયાન વધુને વધુ પાણી પીવામાં આવે
- નારિયળ પાણી અને જ્યુસનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે
- ગર્ભવતિ મહિલાઓ ઉપવાસના ગાળા દરમિયાન વધુ પ્રમાણમાં પૌષ્ટિક ચીજાનો ઉપયોગ કરે
- ઉપવાસ દરમિયાન સગર્ભા મહિલા ચા અને કોફીનો ઉપયોગ ન કરે
- ઉપવાસ દરમિયાન સગર્ભા મહિલાને કોઇ કસરત કરવી જાઇએ નહીં
- ગર્ભવતિ મહિલાને તમામ નવ દિવસ સુધી ઉપવાસ કરવા જાઇએ નહીં
- ગર્ભવતિ મહિલા ઉપવાસના ગાળા દરમિયાન બાળકની મુવમેન્ટ પર ધ્યાન રાખે
- ઉપવાસ દરમિયાન કોઇ તકલીફ લાગવાની સ્થિતીમાં તબીબોનો સંપર્ક કરી શકાય છે.