નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી બાયોપિક ફિલ્મ હવે રજૂ થનાર છે. આ બાયોપિક ફિલ્મની રજૂઆત પર સ્ટે મુકવાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ફિલ્મની રજૂઆત માટેની નવી તારીખ મળી ગયા બાદ હવે આ ફિલ્મને ચાહકો જાઇ શકશે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇના નેતૃત્વમાં બેંચે સ્ટે મુકવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. ફિલ્મના નિર્માતા દ્વારા ફિલ્મની રજૂઆતની નવી તારીખ હવે જાહેર કરી દીધી છે.
આ અરજી પર તરત સુનાવણી કરવાની માંગ કરતી અરજીમાં વકીલે કહ્યુહતુ કે તેના પર નિયમિત ક્રમમાં સુનાવણી કરવાની જરૂર છે. આ અરજીમાં આગામી લોકસભા ચૂંટણી ખતમ ન થાય ત્યા સુધી ફિલ્મની રજૂઆત પર સ્ટે મુકવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આને ચાહકો અને મતદારોને પ્રભાવિત કરવાના ઇરાદા સાથે તૈયાર કરવામાં આવી છે. મતદારોના મનને બદલી નાંખવા માટે આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે.
આ સંબંધમાં પ્રતિક્રિયા આપતા અભિનેતા વિવેક ઓબેરોયે કહ્યુ છે કે તે ન્યાયતંત્રને લઇને ખુશ છે. આ ફિલ્મ પહેલા પાંચમી એપ્રિલના દિવસે રજૂ કરવામાં આવનાર હતી. હવે આ ફિલ્મ ૧૧મી એપ્રિલના દિવલસે રજૂ કરાશે. ફિલ્મની રજૂઆત મામલે કેટલીક ચર્ચા ચાલી રહી હતી. આ ફિલ્મની રજૂઆત માટેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી છે. પીએમ નરેન્દ્ર મોદી મોદી પર તૈયાર કરવામાં આવેલી ફિલ્મ છે