નવીદિલ્હી : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની સામે કુલ પાંચ કેસો રહેલા છે. કેરળની વાયનાડ સીટ પરથી ઉમેદવારી પત્ર ભરતી વેળા તેની સાથે સુપ્રત કરવામાં આવેલી એફિડેવિટમાં રાહુલ ગાંધીએ આ મુજબની વાત કરી છે. એફિડેવિટના કહેવા મુજબ રાહુલ ગાંધીની સામે બે કેસો મહારાષ્ટ્રમાં રહેલા છે. જ્યારે ઝારખંડ, આસામ અને નવી દિલ્માં એક એક કેસ રહેલા છે. કોંગ્રેસ પ્રમુખની પાસે રોકડ સંપત્તિની વાત કરવામાં આવે તો આ રકમ ૪૦ હજાર રૂપિયાની છે. જુદી જુદી બેંકોમાં તેમના ૧૭.૯૩ લાખ રૂપિયા જમા છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી.
આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે.તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થનાર છે. બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ પર મતદાન થનાર છે.
ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. રાહુલ ગાંધીની પાસે રહેલી સંપત્તિની વિગત સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ ૧૯૯૫માં કેમ્બ્રિજમાં ટ્રિનિજ કોલેજમાંથી એમફિલ કરી ચુક્યા છે. રાહુલ ગાંધી વાયનાડ સીટ પર પર મેદાનમાં ઉતર્યા બાદ આને લઇને વિગતો જાહેર કરવામાં આવી રહી છે. વાયનાડ સંસદીય ક્ષેત્રમાં વાયનાડ અને મલપ્પુરમની ત્રણ-ત્રણ વિધાનસભા સીટો અને કોઝીકોડેની એક વિધાનસભા ક્ષેત્રમાં મુસ્લિમ લીગ એક મોટી તાકાત તરીકે છે. ગાંધી પરિવાર દક્ષિણ ભારતમાંથી ચૂંટણી લડવાનો ઇતિહાસ ધરાવે છે.
૧૯૭૮માં ઇન્દિરા ગાંધીએ કર્ણાટકના ચીખમંગલુર પેટાચૂંટણીમાં જીત હાંસલ કરીને વાપસીનો સંકેત આપ્યો હતો. જ્યારે ઇÂન્દરા ગાંધી ૧૯૮૦માં કોંગ્રેસને ફરીવખત સત્તામાં લાવવામાં સફળ થયા હતા ત્યારે આંધ્રપ્રદેશના મેઢક અને ઉત્તરપ્રદેશમાં રાયબરેલીની સીટો જીતી લીધી હતી.