નવી દિલ્હી : સમગ્ર દેશને હચમચાવી મુકનાર ઓગષ્ટા વેસ્ટલેન્ડ ડીલમાં લાંચના મામલાના મુખ્ય આરોપી ક્રિસ્ટિયન લાંચ રૂશ્વતવાળી હિસાબ કિતાબવાળી બજેટ શીટમાં નોંધવામાં આવેલા શોર્ટ ફોર્મને લઇને કેટલીક બાબતોનો ખુલાસો કર્યો છે. શોર્મ ફોર્મ અંગે ઇડી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. ઇડીએ પુરક ચાર્જશીટમાં કેટલીક માહિતી આપી છે.
તેમાં કહેવામાં આવ્યુ છે કે એપીનો અર્થ કોંગ્રેસના એક મુખ્ય નેતા તરીકે છે. ઇડીએ વીવીઆઇપી હેલિકોપ્ટર કોંભાડના મામલામાં ગુરૂવારે ચોથી ચાર્જશીટ દાખલ કરી હતી. મિશેલે કહ્યુ હતુ કે ડાયરીમાં નોંધવામાં આવેલા ફેમનો અર્થ ફેમિલી એટલે કે પરિવારછે. ડાયરીમાં ટુંકમાં નોંધવામાં આવેલા નામનો ચોક્કસ અર્થ રહેલો છે. ટુંકમાં નોંધવામા આવેલા શબ્દોના સંબંધ એરફોર્સના અધિકારીઓ , સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ અને રાજકીય પક્ષોના નેતાઓ સાથે સંબંધિત છે.
તમામને આપવામાં આવેલી ત્રણ કરોડ રૂપિયાની લાંચ સાથે સંબંધિત આ મામલો છે. ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ લોકોને લાંચ રૂશ્વતના પૈસા ચુકવણીમાં જટિલ પ્રક્રિયા અપનાવવામા આવી હતી. આ પૈસા હવાલા મારફતે કાઢવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે આ કેસ હાલમાં ઇડી અને સીબીઆઇના હવાલે છે. તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેના આરોપીઓમાં ભારતીય હવાઇ દળના પૂર્વ પ્રમુખ એસપી ત્યાગીનો સમાવેશ થાય છે.ય મિશેલના કહેવા મુજબ એપી એક નેતાનુ નામ છે. જ્યારે ફેમનો અર્થ ફેમિલી છે. તપાસ સંસ્થાએ તેની પુરક ચાર્જશીટમાં ૩૦૦૦ પાના ઉમેર્યા છે. તેમાં ત્રણ નવા નામ સામેલ કર્યા છે.