મુંબઇ : શેરબજારમાં આજે કારોબારની શરૂઆત થયા બાદ જારદાર મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૮૧ પોઇન્ટ ઘટીને ૩૮૭૯૦ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૩ પોઇન્ટ ઘટીને ૧૧૬૨૦ની સપાટી પર રહ્યો હતો. આજે દિવસ દરમિયાન શેરબજારમાં મંદી રહી શકે છે. આરબીઆઇની પોલીસી સમક્ષા પહેલા શેરબજારમાં જોરદાર કડાકો બોલાઇ ગયા બાદ કારોબારી નિરાશ રહ્યા હતા.
હાલના નવેસરના પ્રવાહ દર્શાવે છે કે, એફપીઆઈ ભારતીય ઇક્વિટીમાં મજબૂત વિશ્વાસ ધરાવે છે. એફપીઆઈ દ્વારા માર્ચ મહિનામાં ૪૮૭૫૧ કરોડ રૂપિયા ભારતીય ડેબ્ટ અને ઇક્વિટી માર્કેટમાં ઠાલવી દીધા છે.. છેલ્લા બે મહિનામાં લેવાલી બાદ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં વિદેશી રોકાણકારોએ સ્થાનિક બજારમાંથી ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ છેલ્લા ચાર વર્ષમાં સર્વશ્રેષ્ઠ રહ્યા બાદ લોકો આશાવાદી દેખાઈ રહ્યા છે.
સેંસેક્સમાં આ નાણાંકીય વર્ષમાં ૧૭ ટકાનો વધારો થયો છે જેથી ઇÂક્વટી બેંચમાર્ક હવે ઓલટાઇમ હાઈ સપાટી ઉપર પહોંચી શકે છે. સેંસેક્સમાં નવા રેકોર્ડ હાલમાં સર્જાઇ રહ્યા છે. સેંસેક્સમાં ગઇકાલે કારોબારના અંતે ૧૮૦ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો જેથી તેની સપાટી ૩૮૮૭૭ જોવા મળી હતી.નેશનલ સ્ટોક એક્સચેંજના નિફ્ટી ઇન્ડેક્સમાં ૧૧૬૪૪ની નીચી સપાટી જોવા મળી હતી, ૨૦૧૯માં સામાન્ય કરતા ઓછા વરસાદની આગાહીના કારણે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ઓછા વરસાદની આગાહી સહિત અનેક પરિબળોની આજે અસર રહી હતી. કારોબાર પર તેની પ્રતિકુળ અસર થઇ રહી છે.