અમદાવાદઃ દેશમાં હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં રાજકીય દળ એક-એક સીટ જીતવા માટે ખુબ જ મહેનત કરી રહ્યાં છે અને અન્ય દળની નીતિઓ પર આકરા પ્રહાર કરી રહ્યાં છે. રાજકીય વિચારધારાઓના વિરોધાભાસી વાતાવરણ વચ્ચે,ભારતીય દિવ્યાંગ સંગઠને તમામ રાજકીય પક્ષો અને તેમાં પણ ખાસ કરીને શાસક પક્ષ, ભાજપને વિનંતી કરી છે કે તેઓ ત્રણ ટકા વસ્તી ધરાવતાં દિવ્યાંગોને રાજકીય મુખ્યધારનો ભાગ બનાવવામાં આવે. સંગઠનનું કહેવું છે કે દરેક રાજકીય દળોએ ઓછામાં ઓછા ૨ દિવ્યાંગ ઉમેદવારોને લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપવી જોઈએ.
ભારતીય દિવ્યાંગ સંસ્થાનના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત કુમારે જણાવ્યું કે, “ચૂંટણી પ્રક્રિયાનો પ્રથમ તબક્કો પસાર થઇ રહ્યોં છે, પરંતુ હજી કોઈપણ પાર્ટીએ એક પણ દિવ્યાંગને પોતાનો ઉમેદવાર બનાવેલ નથી. દિવ્યાંગોને છોડી દેવામાં આવે તો ઘણા ૮ અને ૧૦ ધોરણ પાસ લોકોને રાજકીય દળોએ પોતાના ઉમેદવાર બનાવીને તેમને દેશના ભાગ્ય વિધાતા બનાવી દીધા છે. માનનીય મોદીજીના રહેતાં આ કેમ શક્ય નથી થઇ રહ્યું કે વધુ એકાગ્રતાવાળા દિવ્યાંગને રાજનીતિની મુખ્યધારામાં જગ્યા મળે.”
ભારતીય દિવ્યાંગ સંસ્થાનના રાષ્ટ્રીય અધ્યક્ષે જણાવાયું કે આ વાતમાં મીડિયાનો રોલ ખુબ જ મહત્વનો થઇ જાય છે. મીડિયાને દેશના નેતાઓ અને જનતાને એ જણાવું જોઈએ કે દિવ્યાંગ રાજનીતિમાં ઓછા સક્ષમ નથી અને તેમને ઉમેદવાર બનાવીને સમ્માન અને અધિકાર આપવો એ દેશના રાજકીય દળોનું કર્તવ્ય છે. દરેક જવાબદાર નાગરિકે આ વિષયમાં પોતાનો અવાજ બુલંદ કરવો જોઈએ.
ગત મહિનામાં ભારતીય દિવ્યાંગ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત કુમારે દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે દિવ્યાંગો માટે પ્રતીકાત્મક સમ્માન આપવાની જગ્યાએ તેમને રાજકીય મુખ્યધારનો ભાગ બનાવવા એ કેટલું આવશ્યક છે. ત્યારે અમિત કુમારે દેશના કર્ણધાર રાજકીય દળોને એ પણ પૂછ્યું હતું કે શું વિકલાંગ અને અપંગ લોકોને ફક્ત દિવ્યાંગ નામ આપવું જ પૂરતું છે? તેમણે જણાવ્યું કે, આજે નેતા એક-એક ટકા વોટની લડાઈ લડવામાં દરેક પ્રકારના પ્રયત્નો કરી રહ્યાં છે, પરંતુ ૩ ટકા દિવ્યાંગોને ટિકિટ આપવા અને વિકલાંગતા ધરાવતાં ૧૦ ટકા પરિવારોને તેમનો હક આપવામાં કોઈ પ્રયત્ન નથી કરી રહ્યાં. તેમણે વધુમાં જણાવ્યું કે, દિવ્યાંગ રાજનીતિમાં ઓછા સક્ષમ નથી કારણકે તેઓ વધુ એકાગ્ર થઈને કામ કરે છે, તેમને રાજનીતિની મુખ્યધારામાં લાવીને સમ્માન અને અધિકાર મળવો જ જોઈએ.
તેમણે જણાવ્યું કે, વર્તમાનમાં ચૂંટણીમાં દિવ્યાંગોને ટિકિટ મળવાનું તો દૂર પરંતુ તેઓ સમ્માનપૂર્વક પોતાનો વોટ આપી શકે તેની પણ પૂરતી સગવડ નથી. ચૂંટણી આયોગે સ્વીકાર કર્યો છે કે દિવ્યાંગો અને વૃદ્ધો માટે દરેક વોટિંગ બુથ પર રેમ્પ પણ બની નહિ શકે. આ હાલતમાં જો રાજકીય દળો અને આયોગ પર દિવ્યાંગોના કર્તવ્યો અને અધિકારોના પતનનો આરોપ લગાવવામાં આવે તો તે ખોટો નથી. ભારતીય દિવ્યાંગ સંસ્થાનના અધ્યક્ષ અમિત કુમારે દરેક રાજકીય દળો દ્વાઈએ દિવ્યાંગ ઉમેદવારોને પ્રતિનિધિત્વ આપવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમને કહ્યું કે આ કામ જલ્દી જ થવું જોઈએ, જેથી દિવ્યાંગ કહી શકે કે અમારું ફક્ત નામ જ નહિ પરંતુ જીવન પણ બદલાયું છે.
ભારતીય દિવ્યાંગ સંગઠને મોદી સરકાર પાસે વિકલાંગતાના પ્રમાણને આધારે દિવ્યાંગોને પેંશન આપવા, દિવ્યાંગ કાર્ડ પૂરા પાડવા, તેમના પ્રાઈમરીથી લઈને ગ્રેજ્યુએશન સુધીના શિક્ષણ ફ્રી આપવા અને ફ્રી અનાજ આપવા સહિતની માંગ કરી છે.