મુંબઇ : શેરબજારમાં આજે કારોબારની શરૂઆત થયા બાદ તેજી રહી હતી. કારોબારી શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૭૮ પોઇન્ટ ઉછળીને ૩૮૯૫૦ની સપાટી રહી હતી. જ્યારે નિફ્ટી ફ્લેટ રહીને ૧૧૬૭૦ની સપાટી પર હતો. બ્રોડર માર્કેટમાં મિડકેપ અને સ્મોલ કપ ઇન્ડેક્સમાં ક્રમશ ૧૫૫૬૦ અને સ્મોલ કેપમાં છ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૫૧૩૯ રહી હતી. એશિયન શેરબજારમાં પણ શરૂઆતી કારોબારમાં તેજી રહી હતી. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ છેલ્લા ચાર વર્ષમાં સર્વશ્રેષ્ઠ રહ્યા બાદ લોકો આશાવાદી દેખાઈ રહ્યા છે.
સેંસેક્સમાં આ નાણાંકીય વર્ષમાં ૧૭ ટકાનો વધારો થયો છે જેથી ઇક્વિટી બેંચમાર્ક હવે ઓલટાઇમ હાઈ સપાટી ઉપર પહોંચી શકે છે. હાલના નવેસરના પ્રવાહ દર્શાવે છે કે, એફપીઆઈ ભારતીય ઇક્વિટીમાં મજબૂત વિશ્વાસ ધરાવે છે. એફપીઆઈ દ્વારા માર્ચ મહિનામાં ૪૮૭૫૧ કરોડ રૂપિયા ભારતીય ડેબ્ટ અને ઇક્વિટી માર્કેટમાં ઠાલવી દીધા છે. સ્થાનિક ઓટો મોબાઇલ કંપનીઓના આંકડા પહેલી એપ્રિલના દિવસથી જારી કરવામાં આવી રહ્યા છે.છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન શેરબજારમાં સુધારો રહ્યો હતો અને સેંસેક્સમાં ૫૦૮ પોઇન્ટનો ઉછાળો જાવા મળ્યો હતો.છેલ્લા બે મહિનામાં જારદાર લેવાલી બાદ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં વિદેશી મૂડીરોકાણકારોએ સ્થાનિક બજારમાંથી ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.
ગઇકાલે કારોબારના અંતે સેંસેક્સમાં તેજી જાવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૯૮ પોઇન્ટ ઉછળીને ૩૮૮૭૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો તેમાં ૧૯૮ પોઇન્ટનો અથવા તો ૦.૪૨ ટકાનો સુધારો રહ્યો હતો.આરબીઆઈ આ વખતે ચોથી એપ્રિલના દિવસે રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી શકે છે. હાલમાં પ્રવર્તી રહેલી Âસ્થતિને ધ્યાનમાં લઇને આરબીઆઈની નાણાંકીય પોલિસી કમિટિ વ્યાજદરમાં ઘટાડો કરીને વિકાસને તેજી આપી શકે છે. ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવ્યા બાદ ધિરાણના દરો કઠોર રહ્યા છે કારણ કે, બેંકો ડિપોઝિટને વધારવાના રસ્તા પર ધ્યાન આપી રહ્યું છે. આરબીઆઈની પોલિસી સમીક્ષાની બેઠક મહત્વપૂર્ણ છે.