મુંબઈ : દેના બેંક અને વિજ્યા બેંક આજથી બેંક બરોડામાં મર્ચ થઇ ગઇ છે. આની સાથે જ સરકારી માલિકીની બેંક અતિ મજબૂત બની ગઈ છે. એસબીઆઈ બાદ દેશમાં બીજી સૌથી મોટી બેંક બની ગઈ છે. બેંક પાસે હવે ૧૫ લાખ કરોડની બેલેન્સીટ થઇ ગઇ છે. સાથે સાથે ૫૫૦૦ શાખાઓ અને ૧૩૪૦૦ એટીએમ થઇ ગયા છે. આની સાથે જ તેની સ્થિતિ દિન પ્રતિદિન વધુ મજબૂત બની રહી છે. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૮ના આંકડા મુજબ જાવામાં આવે તો બેંક ઓફ બરોડા, વિજ્યા બેંક અને દેના બેંકની સ્થિતિનો આંકડો ક્રમશઃ ડિપોઝિટમાં ૪.૭ લાખ કરોડ, વિજ્યા બેંકનો આંકડો ૧.૩ લાખ કરોડ, દેના બેંકમાં ૦.૭ લાખ કરોડનો રહ્યો છે.
જ્યારે ડિપોઝિટ ઉપર નજર કરવામાં આવે તો બેંક ઓફ બરોડાનો આંકડો ૬ લાખ કરોડ, વિજયા બેંકનો આંકડો ૧.૩ લાખ કરોડ અને દેના બેંકનો આંકડો એક લાખ કરોડ રહ્યો છે. જ્યારે મર્જ થયા બાદ વર્તમાન અને બચત થાપણનો આંકડો ૨.૧ લાખ કરોડ રહ્યો છે. એટીએમ શાખાઓ અને અન્ય આંકડાઓમાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે. દેના અને વિજ્યાબેંકની શાખાઓ જે ઇÂન્ડયન ઉદ્યોગ સાહસિકો દ્વારા સ્થાપવામાં આવી હતી તેમાં હવે ફેરફાર થવા જઈ રહ્યા છે.
જાણકાર લોકોએ કહ્યું છે કે, હાલના સમયમાં એટીએમ કાર્ડનો ઉપયોગ યથાવતરીતે થઇ શકશે. વર્તમાન ચેકનો ઉપયોગ પણ કરી શકાશે. ચેકબુકનો ઉપયોગ અને એટીએમ કાર્ડનો ઉપયોગ થઇ શકશે. કસ્ટમરો તેમના એક જ અને જુના ખાતા નંબર, આઈએફએસસી કોડ અને એમઆઈસીઆર કોડનો ઉપયોગ કરી શકશે. જા કે, ભવિષ્યમાં મર્જ કરવામાં આવતી શાખાઓની શક્યતા અલગરીતે રહેલી છે. હાલના સમયમાં કસ્ટમરોને કોઇપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે જુદા જુદા પગલા લેવામાં આવ્યા છે જેમાં કસ્ટમરોને એજ ખાતા નંબર, આઈએફએસસી કોડનો ઉપયોગ કરવાની મંજુરી અપાઈ છે. એટીએમ કાર્ડનો ઉપયોગ પણ કરી શકશે. જા કે, ભવિષ્યમાં બ્રાંચ મર્જ થવાની શક્યતા છે. કારણ કે, અસરકારકતા વધારવાની દિશામાં પગલા લેવાં આવનાર છે.
મર્જરની દિશામાં પગલા લેવાયા બાદ નાની બેંકોને ફાયદો વધારે થશે. વિજ્યા બેંકના કસ્ટમરોને સસ્તી લોન મળે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. દેના બેંક અને વિજ્યા બેંક બેંક ઓફ બરોડામાં મર્જ થયાબાદ વિજ્યા બેંકના કસ્ટમરોને ફાયદો થશે. મ‹જગ થતી બેંકો તેમની ઓળખ ગુમાવશે. વિજ્યા બેંક અને દેના બેંકના સાઈનિંગ બોર્ડને દૂર કરવામાં આવશે. હવે નવું નામ આપવામાં આવનાર છે.