ટાઇગરની સાથે કૃતિ સનુન ફરી નજરે પડશે : અહેવાલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બોલિવુડની આશાસ્પદ સ્ટાર કૃતિ સનુન ટાઇગર શ્રોફની સાથે કામ કરવાને લઇને આશાવાદી છે. કૃતિ અને ટાઇગરે એક સાથે હિરોપંતિ ફિલ્મ મારફતે બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદથી બન્ને ઉભરતા સ્ટારે પાછળ વળીને જાયુ નથી. જા કે બન્નેની જાડી હિરોપંતિ બાદ સાથે દેખાઇ નથી. તેનુ કહેવુ છે કે અમે એક સાથે બોલિવુડમાં આવ્યા હતા.  ફિલ્મ  વર્ષ ૨૦૧૪માં આવી હતી. બાગી-૩નો હિસ્સો બનવાને લઇને પુછવામાં આવતા કૃતિએ કહ્યુ હતુ કે તે આ અંગે કોઇ ટિપ્પણી કરવા માંગતી નથી. તેનુ કહેવુ છે કે આ પ્રશ્નનો જવાબ તે આપી શકે તેમ નથી.

જા કો તે ચોક્કસપણે ટાઇગરની સાથે ફિલ્મમાં કામ કરવા માટે ઉત્સુક છે. તેનુ કહેવુ છે કે તે ટાઇગર પર ગર્વ અનુભવ કરે છે. તે દરેક ફિલ્મ સાથે નવી નવી ઉંચાઇ પર પહોંચી રહ્યો છે. બીજી બાજુ કૃતિ પણ સારી સારી ફિલ્મો હવે મેળવી રહી છે. તે હવે હાઉસફુલ-૪ ફિલ્મમાં નજરે પડનાર છે. તે આ ફિલ્મની ટીમ સાથે જાડાઇને ખુશ છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર, બોબી દેઓલ અને રિતેશ દેશમુખ છે. આ ફિલ્મ આગામી વર્ષે દિવાળી પર રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે.

હાફસફુલના અગાઉના તમામ ભાગ સુપરહિટ રહ્યા છે. જેથી ફિલ્મને લઇને ચાહકોમાં ઉત્સુકતા પ્રવર્તી રહી છે. આ ફિલ્મના તમામ ભાગ કોમેડીથી ભરપુર રહ્યા છે.ટાઇગર અને કૃતિની જાડી હિરોપંતિમાં તમામને ગમી હતી. કૃતિ બોલિવુડમાં એક આશાસ્પદ સ્ટાર તરીકે રહી છે. બાગીના ત્રીજા ભાગને લઇને ટાઇગરના ચાહકો  ભારે આશાવાદી છે. કૃતિ કેટલીક ફિલ્મમાં કામ કરી રહી છે. હાલમાં તે લુકાછુપીમાં કાર્તિક આર્યનની સાથે ફિલ્મમાં નજરે પડી હતી.

Share This Article