નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના બનિહાલમાં જવાહર ટનેલની પાસે થોડાક દિવસ પહે કરવામાં આવેલા કાર બ્લાસ્ટ મારફતે ત્રાસવાદીઓ પુલવામા-૨ને દોહરાવવા માંગતા હતા. જો કે તેમની યોજના ફ્લોપ રહી હતી. જો કે છેલ્લી ઘડીએ આત્મઘાતી હુમલાખોરે તેની યોજના બદલી નાંખી હતી. સાથે સાથે બ્લાસ્ટ કરતા પહેલા વિસ્ફોટક ભરેલી ગાડી બ્લાસ્ટ પહેલા છોડીને ફરાર થઇ ગયો હતો. આ બ્લાસ્ટના મામલે તપાસ કરી રહેલી જમ્મુ કાશ્મીર પોલીસને એક નોંધ મળી આવી છે. જેમાં ત્રાસવાદીએ પોતાનુ નામ ઓવેસ તરીકે ગણાવ્યો છે. ત્રાસવાદીએ આ નોંધમાં લખ્યુ છે કે તે ભારતથી બદલો લેવા માટે પુલવામા-૨ કરવા ઇચ્છુક છે.
અત્રે નોંધનીય છે કે ૩૦મી માર્ચના દિવસે જમ્મુ કાશ્મીર નેશનલ હાઇવે પર એક કારમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યાંથી સીઆરપીએફનો કાફલો પણ પસાર થઇ રહ્યો હતો. આ હુમલાના કારણે પુલવામા હુમલાની યાદ તાજી થઇ ગઇ હતી. જેમાં ૪૦ જવાનો શહીદ થયા હતા. જમ્મુ કાશ્મીર પોલીસના કહેવા મુજબ સુઇસાઇજ નોંધ બે પાનામાં લખવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યુ છે કે ભારતે કાશ્મીરમાં અત્યાચાર જારી રાખ્યા છે. જેનો તે બદલો લેવા માટે ઇચ્છુક છે. જેથી તે હથિયારો સાથે પોતાને ફુંકી મારવા માટે પ્લાન બનાવ્યો હતો. પથ્થરબાજીમાં પેલેટ ગનના ઉપયોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઓવેસના જુના રેકોર્ડ મળી ગયા છે. તે વિતેલા સમયમાં કેટલાક ગુના કરી ચુક્યો છે. ઓવેસ અહેમદ મિક સી કેટેગરીનો ત્રાસવાદી છે.
અત્રે નોંધનીય છે કે બનિહાલમાં ૩૦મી માર્ચે કાર બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. બનાવ બાદ ડ્રાઈવર ત્યાથી ફરાર થઈ ગયો હતો. સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને આ હુમલો કરાયો હતો કે કેમ તેને લઈને તપાસ ચાલી રહી હતી. હવે ચોંકાવનારી માહિતી સપાટી પર આવી છે કે કાર બ્લાસ્ટ મારફતે ત્રાસવાદીઓ પુલવામા બ દોહરાવવા માટે ઇચ્છુક હતા. જોકે છેલ્લી ઘડીએ આત્મઘાતી હુમલાખોરે પ્લાન બદલી નાંખ્યો હતો અને બ્લાસ્ટથી પહેલા કારને છોડીને ફરાર થઇ ગયો હતો .આ પહેલા ૧૪મી ફેબ્રુઆરીના દિવસે પુલવામાની નજીક જમ્મુ-શ્રીનગર હાઈવે પર સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ૪૦ જવાન શહીદ થયા હતા. તે વખતે પણ બોમ્બરે વિસ્ફટોકોનો અને કાર બોમ્બનો ઉપયોગ કર્યો હતો.જમ્મુકાશ્મીરમાં મજબુત ગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સની સહાયથી ત્રાસવાદીઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે હવે ત્રાસવાદી સંગઠનની કમર તુટી ગઇ છે.