રૂરલ ઇન્ડિયામાં આજે પણ સાક્ષરતા દર ૬૯ ટકાની આસપા છે. જ્યારે વૈશ્વિક સ્તર પર ગ્રામીણ સાક્ષરતાનો દર ૮૬ ટકાની આસપાસ છે. સાક્ષરતાનો આ દર સ્ટાર્ટ અપ માટે શાનદાર અને શ્રેણીબદ્ધ અવસર ઉપલબ્ધ કરાવે છે. ઇન્ડિયાના પ્રાઇમરી એજ્યુકેશન સિસ્ટમને મજબુત કરવામાં યુવા ઉદ્યોગ સાહસિકોની ચાવીરૂપ ભૂમિકા જાવા મળી રહી છે. ભારતના પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થાને મજબુત કરવામાં યુવા ઉદ્યોગ સાહસિકોના ઇનોવેટિવ આઇડિયા માત્ર એજ્યુકેશન સિસ્ટમને નવી દિશા આપી રહ્યા નથી બલ્કે શાનદાર સ્ટાર્ટ અપ વિકસિત કરવામાં પણ ચાવીરૂપ છે. અહીં સ્કુલોમાં બાળકોની સંખ્યા તો વધી રહી છે પરંતુ શિક્ષકોની સંખ્યા વધી રહી નથી. જેથી આવી સ્થિતીમાં ટેકનોલોજી આધારિત એજ્યુકેશન સિસ્ટમ આમાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી શકે છે. ભારતમાં એડટેક સેક્ટરમાં કેટલાક સ્ટાર્ટ અપ આવી ચુક્યા છે., જો કે હજુ પણ આ સેક્ટરમાં વ્યાપક તક રહેલી છે. જાણકાર લોકો આજે કહી રહ્યા છે કે ભારતમાં દુનિયામાં ત્રીજા સૌથી મોટા સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ આકાર લઇ રહ્યા છે. જેમાં સૌથી વધારે સંખ્યા ટેકનોલોજી આધારિત સ્ટાર્ટ અપની છે. અલબત્ત ટેકનોલોજી આધારિત સ્ટાર્ટ અપની સંખ્યા હજુ પણ ખુબ ઓછી છે.
જનરેશન ઝેડ જે ટેન્કો ફ્રેન્ડલી છે. તેમના માટે આ ક્ષેત્રમાં અનેક તક રહેલી છે. સ્માર્ટ ક્લાસરૂપ્થી વર્ચુઅલ રિયાલિટી એજ્યુકેશન સિસ્ટમ, થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજી સહિત અન્ય આઇડિયાના એજ્યુકેશનલ સ્ટાર્ટ અપના ઓપ્શન પ્રાઇમરી એજ્યુકેશનસેક્ટરમાં રહેલા છે. જાણકાર લોકોનુ કહે છે કે ઇન્ડિયન એજ્યુકેશન સેક્ટરમાં કામ કરી રહેલા સ્ટાર્ટ અપ માટે વર્ષ ૨૦૧૮ ખુબ સફળ રહેતા તેમાં કેટલીક સફળતા હાંસલ કરવામાં આવી છે. ગ્લોબલ ઇન્વેસ્ટર હવે ઇન્ડિયન એડટેક સ્ટાર્ટ અપમાં રસ ધરાવે છે. ઇન્ડિયન એડટેક સ્ટાર્ટ અપને વર્ષ ૨૦૧૮માં ૭૪૨ મિલિયન ડોલરનુ જંગી રોકાણ મળ્યુ હતુ. જે છેલ્લા પાચ વર્ષની તુલનામાં બે ગણા કરતા વધારે છે. આપને આ બાબત જાણીને હેરાનગતિ થશે કે આ સેક્ટરમાં સૌથી વધારે ૭૩૩ ટકા સુધી ગ્રોથ રેટ રહ્યો છે. ધ આઇબીએમ ઇન્સ્ટીટ્યુટ ફોર બિઝનેસ વેલ્યુના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ૯૦ ટકા કરતા વધારે સંખ્યામાં ભારતીય સ્ટાર્ટ અપ બંધ થઇ જાય છે. શરૂઆતી પાંચ વર્ષમાં જ આ સ્ટાર્ટ અપ બંધ થઇ જાય છે. આનુ મુખ્ય કારણ ઇનોવેશનની કમી હોય છે.
એક યુવા ઉદ્યોગ સાહસિકને નવી વિચારધારા રાખવાની જરૂર હોય છે. એજ્યુકેશન સ્ટાર્ટ અપમાં એવા જ સ્ટાર્ટ અપ સફળ સાબિત થઇ રહ્યા છે જે કઇ અલગ કરી રહ્યા છે. જા તમે ક્ષેત્રીય ભાષા પર આધારિત એજ્યુકેશન સ્ટાર્ટ અપની શરૂઆત કરો છો તો આઇડિયા આપને બ્રાઇટ ફ્યુટચર આપી શકે છે. આમાં ઇ લ‹નગની સાથે સાથે એવી તમામ એજ્યુકેશન સર્વિસેસ આપી શકો છો જે અન્ય એડટેક સ્ટાર્ટ અપ આપી રહ્યા છે. ઇ-લ‹નગવાળા એડટેક સ્ટાર્ટ અપ બાદ એજ્યુકેશન સેક્ટરમાં જે બીજા આઇડિયા ટ્રેન્ડ કરી રહ્યા છે તે સ્કીલ્ડ બેસ્ટ સિસ્ટમ છે. આવા સ્ટાર્ટ અપમાં બેઝિક એજ્યુકેશનથી અલગ નવા સ્કીલ્ડ કોર્સેને સામેલ કરવામાં આવે છે.
સામાન્ય સ્કીલ્ડ કોર્સથી અલગ આ પ્લેટફોર્મ પર એવા કોર્સ હોય છે. જેની માંગ સૌથી વધારે રહે છે. આના માટે આપને કન્સલ્ટેન્સી ફર્મ, રિસર્ચ એજન્સી, કંપનીઓની મદદ લેવાની જરૂર હોય છે. જે આપના પ્લેટફોર્મથી કોર્સ કરનાર સ્ટુડન્ટને જાબ ઉપલબ્ધ કરાવવામાં મદદ કરી કરી શકે છે. આવી સ્થિતીમાં કંપનીઓના મોડલ્સમાં અભ્યાસ કરવામાં આવી શકે છે. ભારતીય શિક્ષણમાં સ્ટાર્ટ અપ માટે શ્રેણીબદ્ધ તકો રહેલી છે. પરંતુ શિક્ષણની જરૂરિયાતને ધ્યાનમાં લઇને આગળ વધવામાં આવે તો જ આ સફળતા મળે છે. ટેકનોલોજી આધારિત સ્ટાર્ટ અપન સંખ્યા હાલમાં ખુબ ઓછી રહેલી છે. જે ચિંતાજનક બાબત છે. સ્ટાર્ટ અપના ક્ષેત્રમાં ભારત ઝડપથી રેકોર્ડ ગતિથી પ્રગતિમાં છે ત્યારે આવનાર સમયમાં ભારતીય શિક્ષણના સેક્ટરમાં કામ કરી રહેલા સ્ટાર્ટ અપમાં રોકાણનો આંકડો વધે તેવા સંકેત પણ દેખાઇ રહ્યા છે. ભાષા આધારિત સ્ટાર્ટ અપની કમીને દુર કરવામાં આવે તે જરૂરી છે.