શ્રીહરીકોટા : પીએસએલવી-સી૪૫ મિશન માટે કાઉન્ટડાઉન આજે શ્રીહરિકોટા ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. ૨૮ નેનો સેટેલાઇટની સાથે ભારતના ઇએમઆઈ સેટ સેટેલાઇટને લોંચ કરવા માટે ૨૭ કલાકનું કાઉન્ટડાઉન આજે શરૂ થયું હતું. વિશ્વના જુદા જુદા દેશોના ૨૮ નેનો સેટેલાઇટ છોડવામાં આવનાર છે. ઇસરો દ્વારા ત્રણ પરિભ્રમણ કક્ષામાં આ ઉપગ્રહ છોડવામાં આવશે. ઇલેક્ટ્રોમેગ્નેટિક મેજરમેન્ટમાં ઈએમઆઈ સેટેલાઇટને ઉપયોગી ગણવામાં આવે છે. આજે સવારે ૬.૨૭ વાગે કાઉન્ટડાઉનની શરૂઆત થઇ હતી.
શ્રીહરિકોટાના સ્પેશ પોર્ટ ખાતે સેકન્ડ લોંચ પેડ ખાતેથી ચાર તબક્કાના પીએસએલવી-સી૪૫ને લોંચ કરવામાં આવશે. સવારમાં ૯.૨૭ વાગે આને લોંચ કરવામાં આવશે. આ મિશનની સાથે જ ઇસરોની વધુ એક મોટી સિદ્ધિ રહેશે. ઇસરોના કહેવા મુજબ પીએસએલવી-સી૪૫ મારફતે આને રવાના કરવામાં આવશે. ૪૩૬ કિલોગ્રામના ભારતીય સેટેલાઇટને પરિભ્રમણ કક્ષામાં ગોઠવી દેવામાં આવ્યા બાદ ભારતની મોટી સફળતા રહેશે. લોંચના ૧૭ મિનિટના ગાળામાં જ તેને તેની પરિભ્રણણ કક્ષામાં મુકી દેવામાં આવશે. ઇસરો દ્વારા જણાવવામમાં આવ્યું છે કે, તમામ પરિબળોની ચકાસણી ચાલી રહી છે.
અન્ય દેશોના ૨૮ કસ્ટમર સેટેલાઇટનું વચન ૨૨૦ કિલોગ્રામ છે. આ ઉપગ્રહોને ૫૦૪ કિલોમીટરની પરિભ્રમણ કક્ષામાં ગોઠવવામાં આવશે. જાણકાર લોકોનું કહેવું છે કે, ૨૮ ઇન્ટરનેશનલ સેટેલાઇટમાં ૨૫ ત્રણ યુ ટાઈપના, બે છ યુ ટાઈપના અને બે યુ ટાઈપના એક નેનો સેટેલાઇટ છે. સ્પેન અનેસ્વિત્ઝર્લેન્ડના એકએક સેટેલાઇ છે જ્યારે અમેરિકાના ૨૪ સેટેલાઇટ છે. આ તમામ સેટેલાઇટને કોમર્શિયલ સમજૂતિ મારફતે લોંચ કરવામાં આવનાર છે. અગાઉ જાન્યુઆરીમાં ઇસરોએ માઇક્રોસેટ-આર લોંચ કર્યું હતું