પટણા : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ઉત્તરપ્રદેશની અમેઠી લોકસભા સીટ ઉપરાંત કેરળની વાયનાડ સીટ ઉપરથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને લઇને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બાદ કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે પણ પ્રતિક્રિયા આપી છે. પ્રસાદે કહ્યું છે કે, વાયનાડની સીટ પસંદ કરવા માટે રાહુલ માટે કારણો છે. ત્યાં લઘુમતી વસ્તી વધારે છે. પ્રસાદે કહ્યું હતું કે, પરોક્ષરીતે જાણી શકાય છે કે, કેટલાક લોકો ચૂંટણી હિન્દુ તરીકે હોય છે. કોંગ્રેસે આજે જાહેરાત કરી હતી કે, રાહુલ ગાંધી અમેઠીની સાથે સાથે કેરળમાં વાયનાડ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. અમેઠીમાં રાહુલ ગાંધીને પરાજયનો ડર સતાવી રહ્યો છે જેથી હવે વાયનાડ ભાગી ગયા છે. વાયનાડમાં ધ્રુવીકરણ મારફતે જીત મેળવી શકાય તે માટે પ્રયાસ થઇ રહ્યા છે. રવિશંકર પ્રસાદે પટણામાં પત્રકાર પરિષદ યોજીને ક્હયું હતું કે, કેટલાક લોકો ચૂંટણી હિન્દુ તરીકે હોય છે.
આ પ્રકારના લોકો માત્ર ચૂંટણી વેળા મંદિરોમાં પહોંચે છે. લઘુમતિ મત માટે રાજનીતિમાં પહોંચે છે. પ્રસાદે કહ્યું છે કે, રાહુલ વાયનાડની બેઠક પસંદ કરી છે કારણ કે, ત્યાં ૪૯ ટકા હિન્દુ છે બાકી લઘુમતિ વસ્તી છે. જા દક્ષિણમાં જા રાહુલને એટલો પ્રેમ છે તો વાયનાડ બેઠકની પસંદગી કેમ કરવામાં આવી છે. વાયનાડ લોકસભા સીટ હેઠળ સાત વિધાનસભા ક્ષેત્ર છે. આ સંસદીય ક્ષેત્રમાં મનંતાવડી, તિરુવંબડી, વાન્દુર, સુલ્તાનબધેરી, એરનાડ, કલપત્તા અને નિલંબૂર વિધાનસભા સીટ આવે છે. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેને આ સીટ પર ૨૦૮૭૦ મતે જીત મળી હતી. રાહુલ ગાંધી ચૂંટણી મેદાનમાં ઉતર્યા બાદ આ બેઠક પણ હવે હોટફેવરિટ બની રહી છે. રાહુલ સામે અન્ય ઉમેદવારોને લઇને હજુ પત્તા ખોલવામાં આવ્યા નથી. ડાબેરીઓ રાહુલને પરાજિત કરવાની વાત કરી રહ્યા છે.