જેશે મોમ્મદના લીડર મસુદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવાના મામલામાં ચીને અડચણો ઉભી કર્યા બાદ તેની મુશ્કેલી વૈશ્વિકમંચ પર સતત વધી રહી છે. દુનિયાના દેશો તેની સામે નારાજગી સાથ આગળ આવી રહ્યા છે. ચીન દ્વારા હાલમાં જે પ્રકારનુ વલણ અપનાવવામાં આવ્યુ છે તેના કારણે તે વિશ્વ સમક્ષ ખુલ્લુ પડી ગયુ છે. સમગ્ર દુનિયા જ્યારે ત્રાસવાદ પર અંકુશ મુકવાની દિશામાં આગળ વધી રહી છે અને પગલા લઇ રહી છે ત્યારે પાકિસ્તાન અને ચીન દ્વારા અપનાવવામાં આવી રહેલા વલણના કારણે તેમની હાલત વધુ ખરાબ થઇ છે. તેમની સ્થિતી આગામી દિવસોમાં વધારે ખરાબ થઇ શકે છે. ચીન દ્વારા ત્રાસવાદીઓના બચાવમાં ઉતરવાની બાબત તેમને મુશ્કેલીમાં મુકે છે. પાકિસ્તાન પોતે પણ હવે ઇચ્છતુ નથી કે મસુદના મામલ ચીનનુ વલણ આવુ જ રહે. કારણ કે પાકિસ્તાન વધુ મુશ્કેલીમાં ત્રાસવાદ અને આર્થિક મામલે મુકાઇ રહ્યુ છે.
ભારત પર દ્ધિપક્ષીય મંત્રણા કરવા માટે ચીન દબાણ લાવીને પીછેહટ કરે તેમ પાકિસ્તાન આજે ઇચ્છે છે. હકીકતમાં આ પ્રથમ વખત આવુ બન્યુ નથી જ્યારે ચીને ત્રાસવાદ અને મસુદના મામલે આ પ્રકારનુ વલણ અપનાવ્યુ છે. ચીને ભારતની આતંકવાદ વિરોધી ઝુંબેશને રોકવાના પ્રયાસ હમેંશાથી કર્યા છે. ચીન હવે ભારતનો વિરોધ કરતા કરતા વિશ્વની સામે પોતે કમજાર દેખાઇ રહ્યુ છે. ચીનને બે સપ્તાહની અંદર પોતાના વિરોધ માટેના કારણ અંગે જવાબ આપવા માટે કહેવામાં આવ્યુ છે. તેનો આ સમય આ સપ્તાહના ગાળામાં જ પૂર્ણ થનાર છે. તેના દ્વારા હજુ સુધી કોઇ કારણો આપવામાં આવ્યા નથી. જા ચીન કોઇ નક્કર કારણ આપવામાં સફળ રહેતુ નથી તો તેનો વિરોધ પ્રસ્તાવ જાતેજ પડી જશે. અમેરિકાએ જારદાર લાલ આંખ કરી છે.
જેના કારણે ચીન હવે મુશ્કેલીમાં છે. અમેરિકાએ જે સંકેત આપ્યા છે તેનાથી લાગે છે કે ત્રાસવાદ સામેની ભારતની લડાઇ વધારે તીવ્ર બનીને આગળ વધનાર છે. અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોÂમ્પયોએ સાફ શબ્દોમાં કહ્યુ છે કે ચીન એકબાજુ પોતે મુÂસ્લમોનુ શોષણ કરે છે. બીજી બાજુ ત્રાસવાદને પ્રોત્સાહન આપનારને મુસ્મ તરીકે ગણાવીને તેને બચાવી લેવાના પ્રયાસમાં છે. મુÂસ્લમોના પ્રત્યે પાકિસ્તાનના પાખંડને હવે દુનિયા કોઇ કિંમતે સ્વીકાર કરી શકે તેમ નથી. માનવામાં આવી શકે છે કે ચીનના વિરોધના વિકલ્પને ફગાવી દઇને અમેરિકા સંયુક્ત રાષ્ટ્રમાં નવા વિકલ્પ સાથે આવી શકે છે. જેમાં આ મુદ્દા પર ચર્ચા કરવા માટેના પ્રસ્તાવની પણ વાત છે. જા ચર્ચા કરવામાં આવશે તો ચીનને ફરી એકવાર વિશ્વ સમક્ષ નારાજગીનો સામનો કરવો પડી શકે છે. પુલવામા ત્રાસવાદી હુમલાની જવાબદારી જેશે મોહમ્મદે સ્વીકારી હતી જેથી ચીનને મુશ્કેલીનો સામનો કરવો પડે તે સ્વાભાવિક છે. જેશના લીડર તરીકે મુસદ છે. આવી સ્થિતીમાં ચીન વિશ્વની સામે જવાબ શુ આપશે તેની ચર્ચા જોવા મળી રહી છે.
અમેરિા, ફ્રાન્સ અને જર્મનીના પ્રહારોનો સામનો ચીન કઇ રીતે કરે છે તે બાબત પણ લોકો જોવા માટે ઉત્સુક છે. પાકિસ્તાન પણ દબાણને અનુભવ કરે છે. તે સારી રીતે જાણે છે કે ખુલ્લી ચર્ચા થશે તો ચીનની સાથે સાથે પાકિસ્તાનની હાલત પણ કફોડી બની શકે છે. આ તમામ કારણ છે કે પાકિસ્તાન ચીન પર દબાણ લાવી રહ્યુ છે કે મંત્રણા માટે માહોલ બની શકે. પુલવામા હુમલા અને ત્યારબાદ ભારત દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલી કાર્યવાહીના કારણે સંબંધો ખુબ ખરાબ થઇ ગયા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કોઇ મંત્રણા થઇ શકી નથી. ચીનના વલણના કારણે હાલના વર્ષોમાં પડોશી દેશો પણ પરેશાન થયેલા છે. કુખ્યાત મસુદના મામલે કાર્યવાહી કરવા માટે ભારતે સતત પાકિસ્તાનને કહ્યુ હતુ. જો કે પાકિસ્તાને હમેંશા ઉદાસીનતા દર્શાવી છે. ત્રાસવાદને લઇને ચીનની બોલતી બંધ થઇ શકે છે.