અમદાવાદ : ભાજપ પ્રમુખ અમિત શાહે આજે લોકસભાની ગાંધીનગર સીટ પરથી ઉમેદવારી પત્ર દાખલ કરતા પહેલા અમદાવાદમાં ભવ્ય રોડ શો કરીને જોરદાર શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. અમિત શાહે રોડ શો પહેલા જોરદાર સભા યોજી હતી. જેમાં એનડીએના નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં અકાળી દળના નેતા પ્રકાશ સિંહ બાદલ, શિવ સેના નેતા ઉદ્ધવ ઠાકરે, એલજેપીના નેતા રામવિલાસ પાસવાન, કેન્દ્રિય પ્રધાન રાજનાથસિંહ અને અરૂણ જેટલી પણ હાજર રહ્યા હતા. રોડ શોની સાથે સાથે નીચે મુજબ છે
- ભાજપ પ્રમુખ અમિત શાહે આજે લોકસભાની ગાંધીનગર સીટ પરથી ઉમેદવારી પત્ર દાખલ કરતા પહેલા અમદાવાદમાં ભવ્ય રોડ શો કરીને જોરદાર શક્તિ પ્રદર્શન કર્યુ હતુ.
- અમિત શાહે રોડ શો પહેલા જોરદાર સભા યોજી હતી.
- અકાળી દળના નેતા પ્રકાશ સિંહ બાદલ, શિવ સેના નેતા ઉદ્ધવ ઠાકરે, એલજેપીના નેતા રામવિલાસ પાસવાન, કેન્દ્રિય પ્રધાન રાજનાથસિંહ અને અરૂણ જેટલી પણ હાજર રહ્યા હતા
- અમિત શાહે રોડ શો શરૂ કરતા પહેલા તમામ સંતોના આશિર્વાદ લીધા હતા. જેમાં જૈન સમાજના સંતો અને સ્વામી નારાયણ સંતો પણ આશિર્વાદ પણ લીધા હતા
- જાહેર સભા પહેલા અમિત શાહ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના તમામ દિગ્ગજાએ સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાજંલિ અર્પણ કરવામાં આવી હતી.
- આ રોડ શો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી આગળ વધતા પલ્લવ ચાર રસ્તા શા†ીનગર પ્રભાત ચોક થઇ પાટીદાર ચોક સુધી આશરે ચાર કિલોમીટર સુધી ચાલી રહ્યુ છે.
- રોડ શોના સમાપન બાદ અમિત શાહ ગાંધીનગર પહોંચશે જ્યાં સેકટર ૬-૭ના બસ સ્ટેન્ડથી પથિકાશ્રમ સુધી ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહી માન સાંકળનું નિર્માણ કરવામાં આવનાર છે.
- અમિત શાહના રોડ શો અને જાહેર સભાને લઇને છેલ્લા કેટલાક દિવસથી તૈયારી ચાલી રહી હતી. બીજી બાજુ આ ભવ્ય અને શાનદાર રોડ શોને લઇને પોલીસે પહેલાથી જ તૈયારી કરી હતી
- અમિત શાહના ઉમેદવારી પત્ર દાખલ કરવાની પ્રક્રિયા પહેલા જોરદાર શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.