કોરાટપુર : લોકસભાની ચૂંટણીને લઇને ઝંઝાવતી ચૂંટણી પ્રચાર ઉપર નિકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓરિસ્સામાં કોરાટપુરમાં જનસભાને સંબોધી હતી. મોદી મોટાભાગે આજે પણ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા ઉપર કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો ઉપર પ્રહાર કરતા નજરે પડ્યા હતા. સાથે સાથે પોતાની વિકાસ યોજનાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો. વિરોધ પક્ષોની ઝાટકણી કાઢતા તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન એકબાજુ લાશો ગણવામાં લાગેલુ હતું ત્યારે આ લોકો પુરાવા માંગી રહ્યા હતા. મોદી કહ્યું હતું કે, વોટિંગ કરતી વેળા સમય યાદ રાખવાની જરૂર છે કે, દુશ્મનના ઘરમાં ઘુસીને મારનાર સરકાર જોઇએ છે કે પછી માથુ ઝુંકાવીને બેઠેલ સરકાર જાઇએ છે. વડાપ્રધાને કહ્યું હતું કે, બે દિવસ પહેલા જ ઓરિસ્સા ઐતિહાસિક ઉપલબ્ધિના સાક્ષી તરીકે છે. ભારત હવે અંતરિક્ષમાં પણ ચોકીદારી કરવામાં સક્ષમ બની ગયુ ંછે. આ નવા ભારતની તાકાત તરીકે છે.
જેના ઉપર સમગ્ર દેશને ગર્વ છે. જે લોકોને ભારતની આ ઉપલબ્ધિ નાની લાગે છે તેમને પણ દેશના લોકો જાઇ રહ્યા છે. ૬૦ વર્ષો સુધી ગરીબોને મુશ્કેલીમાં રાખનાર અને તેમની સાથે છેતરપિંડી કરનાર રાજકીય પક્ષો હવે હચમચી ઉઠ્યા છે. આ લોકો સેના, વૈજ્ઞાનિકો અને યુવાનોની કુશળતા અને પરાક્રમ ઉપર શંકા કરી રહ્યા છે. આ પ્રકારના લોકોને બોધપાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. સેનાનું અપમાન કરનાર લોકોને બોધપાઠ ભણાવવાનો સમય છે. ખાણ માફિયા અને ચીટ ફંડ કરનાર લોકો ઓરિસ્સાનો વિકાસ કરી શકે નહીં. પીએમે કહ્યું હતું કે, તેઓ આ વખતે સમગ્ર દેશમાં ફરીને દેશના લોકોનો આભાર માની રહ્યા છે. જા આશીર્વાદ ન મળ્યો હોત તો આ તમામ કામ કરી શકાયા ન હોત. ઉજ્જવલા યોજના હેઠળ ૪૦ લાખના ઘરોમાં ગેસ કનેક્શન પહોંચ્યા છે.
૨૪ લાખના ઘરમાં મફત વિજળી પહોંચી છે. તેમની સરકારની સફળતા માટે કોઇ ક્રેડિટ માટે જવાબદાર છે તો સામાન્ય લોકો જવાબદાર છે. ૨૦૧૪માં લોકોનો ભરપુર પ્રેમ મળ્યો હતો. લોકોની સેવા કરવા માટે દિનરાત એક કરેલા છે. કોરાપુટ પહોંચેલા મોદીએ ઓર્ગેનિક ફા‹મગને પ્રોત્સાહન આપનાર પદ્મ પુરસ્કારથી સન્માનિત કમલા પુજારીને મળીને તેમના આશીર્વાદ લીધા હતા. તેમણે કહ્યું હતું કે, માતા કમલાને પદ્મ પુરસ્કાર મળવા ઉપર કોરાપુટ અને ઓરિસ્સાના આદિવાસી લોકોને તેઓ અભિનંદન આપે છે. કમલાએ મંચ ઉપર આવીને મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. આવી સ્થિમાં તેમના આશીર્વાદ બાદ તેમને કોણ હરાવી શકે છે. બે દિવસ પહેલા જ ઓરિસ્સામાં ઐતિહાસિક સફળતા હાંસલ કરવામાં આવી છે. ઓરિસ્સામાં લોકસભાની ચૂંટણીની સાથે સથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાનાર છે. પ્રદેશની પટનાયક સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, ઓરિસ્સામાં મહિલા સુરક્ષા એક મોટો ચિંતાનો વિષય છે. રાજ્ય સરકાર મહિલાઓને સુરક્ષા આપવાના મામલામાં નિષ્ફળ રહી છે. કેન્દ્ર સરકારે આયુષ્યમાન ભારત યોજના લાગૂ કરીને ગરીબ પરિવારોને મફત સારવારની સુવિધા આપી છે.