રાફેલ વિમાનોને લઇને વિવાદ થયો છે ત્યારે એચએએલનુ નામ પણ સપાટી પર આવ્યુ છે. તેની પાસે વર્તમાનમાં એક લાખ કરોડ રૂપિયાથી વધુના ઓર્ડર પેન્ડિંગ રહેલા છે. જેને સમયસર પૂર્ણ કરવાને લઇને તેની સામે કેટલીક સમસ્યા આવી રહી છે. તેના કોઇ કામ સમયથી પૂર્ણ થઇ રહ્યા નથી. ભારે ઓર્ડર ઇનવેન્ટરી છે આ ઉપક્રમમાં. તેના લાભમાં માત્ર ૪.૩ ટકાના દરે વધારો થઇ રહ્યો છે. તેના શેર પણ બજારમાં છે. જા કે તમામ જાણકાર રોકાણકારો આ કંપનીના શેરથી દુર રહેવા માટે ઇચ્છુક છે. રોકાણકારો માને છે કે તેના શેરથી દુર રહેવામાં ભલાઇ છે. રાફેલના મામલે વિવાદમાં તેની ચર્ચા પણ વિરોધીઓ અને ખાસ કરીને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી વારંવાર કરતા રહ્યા છે. ખુબ ઓછા લોકો આ અંગે માહિતી ધરાવે છે કે એચએએલે પણ ઓફસેટ પાર્ટનર બનવા માટેનો દાવો કર્યો હતો. પરંતુ તેના દ્વારા પોતાના કોટેશનમાં કામ પૂર્ણ કરવા માટે અન્યોની તુલનામાં અઢી ગણો કરતા વધારે સમય માગ્યો હતો. જ્યારે આ વિમાનોને વહેલી તકે બનાવીને ભારતને મોકલવાની જરૂર હતી. આ ઉપરાંત આ કંપની એક બાજુ ખુબ સારા કામ માટે ઓળખાય છે પરંતુ સાથે સાથે તેનુ નામ કામ ખુબ ધીમી ગતિથી કરવાનો આરોપ છે.
કંપનીએ ખુબ સારા સારા વિમાનો બનાવ્યા છે પરંતુ કોઇ પણ કામ સમયસર પૂર્ણ કરવામાં આવ્યા નથી. એચએએલને ૧૨ વર્ષ પહેલા તેજસ વિમાનો બનાવવા માટે ઓર્ડર મળ્યો હતો. પરંતુ છેલ્લા ચાર પાંચ વર્ષ પહેલા જ તેના દ્વારા વિમાનોની ડિલિવરીનુ કામ શરૂ કરવામાં આવ્યુ છે. હાલમાં ૨૦ વધુ વિમાનો બનાવવા માટે કોન્ટ્રાક્ટ મળ્યો છે. પરંતુ હજુ સુધી કામ શરૂ કરવામાં આવ્યુ નથી. આ પ્રકારની ઉદાસીનતાના કારણે સરકારી કંપની એચએએલની પીછેહટ થઇ રહી છે. સુખોઇ ૩૦ અને હળવા વિમાનો બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ વર્ષો પહેલા મળ્યો હતો. તે કામ હવે પૂર્ણ થવા જઇ રહ્યુ છે.
ગુપ્તતા જાળવી રાખવાના સ્તર પર પણ આ કંપનીના ટ્રેક રેકોર્ડ પહેલાથી જ સારા રહ્યા નથી. વર્ષો પહેલા એક વિમાનનો નક્શો એક રેસ્ટોરન્ટમાં મળ્યો હતો. એંકદરે જા આ કંપનીમાં કાર્યક્ષમતા અને ઉત્પાદનતા વધારી દેવામાં આવે તો સારુ રહી શકે છે. કામ કરવાની સંસ્કૃતિને પણ વધારે સુધારી દેવાની જરૂરિયાત દેખાઇ રહી છે. જો કંપનીમાં વધારે સુધારા કરવામાં આવે તો આ કંપની વધારે સારા પરિણામ સાથે કામ કરી શકે છે.કારણ કે કંપની પાસે તમામ જરૂરી સુવિધા છે. આવી જ હાલત વધારે એક કંપની બીએચઇએલની પણ રહેલી છે. તેની પાસે પણ ભારે બુક ઓર્ડર રહેલા છે. પરંતુ કામ સમય પર પૂર્ણ ન કરવાની છાપ તેની પણ ઉભરી આવી છે. જેથી કંપની લાભની Âસ્થતીમાં આવી રહી નથી. તમામ લોકો સારી રીતે જાણે છે કે રાફેલ સોદાબાજીમાં કોઇ પ્રકારની મધ્યસ્થી લોકોની કોઇ ભૂમિકા નથી. જેથી તેમાં કોઇ પણ પ્રકારની ગેરરિતી થવાની શક્યતા ઓછી છે.