ભાજપના દિગ્ગજ નેતા અને ભારતીય જનતા પાર્ટીને રાષ્ટ્રીય સ્તર પર એક મોટી પાર્ટી તરીકે સ્થાપિત કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરનાર લાલકૃષ્ણ અડવાણીની રાજકીય કેરિયર હવે પૂર્ણાહુતિ તરફ વધી રહી છે. વર્ષ ૨૦૦૫માં જિણ્ણાની મજાર પર જઇને લાલકૃષ્ણ અડવાણીએ એવુ નિવેદન કર્યુ હતુ જેના કારણે તેમના રાજકીય કેરિયરના પતનની શરૂઆત થઇ ગઇ હતી. કોઇ વ્યક્તિ પાકિસ્તાનમાં જાય તો પાકિસ્તાનની સારી બાબત જ કરશે તે તો સ્વાભાવિક છે.
આવી સ્થિતીમાં તેમના રાજકીય કેરિયરના પતનની શરૂઆત કેમ થઇ તેવો પ્રશ્ન સામાન્ય લોકોમાં થાય તે પણ સ્વાભાવિક છે. નેતા જે દેશમાં જાય છે ત્યારે તે દેશની ભરપુર પ્રશંસા કરે છે. જો કે ભારતમાં આની એટલી અસર થશે તે બાબતથી અડવાણી વાકેફ ન હતા. આ ગ્રહ દશા કહો કે પછી એ બાબતને એટલી હદ સુધી ઉછાળવામાં આવી કે અડવાણી ભાજપ અને સંધમાં સંદેહાસ્પદ બની ગયા હતા. વર્ષ ૨૦૦૯માં ચૂંટણીમાં અડવાણીએ પોતાને આગળ રાખીને મેદાનમાં ઉતર્યા હતા.
જો કે કોઇ કમાલ કરી શક્યા ન હતા. એમ કહેવામાં આવે છે કે વર્ષ ૨૦૦૨માં અડવાણીએ નરેન્દ્ર મોદીની ગુજરાતની મુખ્યપ્રધાન તરીકેની ખુરશી બચાવી હતી. પરંતુપ આજે પીએમ નરેન્દ્ર મોદી છે ત્યારે પોતાના ગુરૂને બહાર જતા જાવાની ફરજ પડી રહી છે. બે સીટોથી ભાજપને મજબુત સ્થિતીમાં પહોંચાડી દેવામાં ભૂમિકા અદા કરનાર અડવાણી મોદીના ઉત્થાનની સાથે પૂર્ણ રીતે પાછળ જતા રહ્યા છે. એવુ પણ માનવામાં આવે છે કે ૨૦મી સદીના આ દિગ્ગજ નેતાએ ૨૧મી સદીના પ્રોફેશનલ અપ્રોચની કોઇ ચિંતા કરી ન હતી. હાથ જોડીને ઉભા રહેતા અડવાણીના ફોટોને ધ્યાનમાં લાવીને વિચારવામાં આવે તો પાર્ટી લાઇનથી અલગ થઇને અરૂણ શૌરી, યશવંત સિંહા અને શત્રુઘ્ન સિંહાની જેમ તેઓ પણ પાંચ વર્ષમાં અલગ કેમ થયા નથી. એવી કેવી પ્રકારની મજબુરી હતી. વાસ્તવિકતા એ છે કે આજની દક્ષિણપંથી અને હિન્દુવાદી રાજકીય નેતાની છાપ અડવાણી ધરાવતા હતા. આજે તેમના પ્રત્યે એક સાહનુભુતિ ચોક્કસપણે છે. એક બાબત એ પણ છે કે કોંગ્રેસ અને અન્ય પક્ષોને તો અડવાણીના મુદ્દા પર રાજનીતિથી બચવાની જરૂર છે. કારણ કે તેમના ત્યાં તો આવા દાખલા ભરપુર છે.