ચૂંટણી પહેલા રાજકીય ચિત્ર હવે સ્પષ્ટ થઇ રહ્યુ છે. ભાજપે એકબાજુ પોતાના નેતૃત્વમાં એનડીએમાં મોટા ભાગે રાજ્યોમાં બેઠકોની વહેંચણી કરી લેવલામાં સફળતા હાંસલ કરી લીધી છે. બીજી બાજુ કોંગ્રેસ તરફથી કોઇ મોટા ગઠબંધન કરવાની સંભાવના પર પૂર્ણ વિરામની સ્થિતી આવી ગઇ છે. ચૂંટણી અંગેનો ફેંસલો તો મુખ્ય રીતે અંકગણિતના આધાર પર થાય છે. જેનુ નિર્માણ કરવામાં નેતૃત્વ, ગઠબંધન, મુદ્દા, ઉમેદવારોની યાદી, સ્થાનિક મુદ્દાઓ અને દેશવ્યાપી માહોલની આમાં ભૂમિકા હોય છે. એનડીએ આજે એક સંગઠિત રાષ્ટ્રવ્યાપી સંગઠન તરીકે છે. તેની પાસે ચૂંટણીમાં ઉતરવા માટે ૨૦૧૪ સુધી આશરે ૩૫૦ લોકસભા સીટો અને ૪૧ ટકા મત હિસ્સેદારી છે.કોંગ્રેસ પાર્ટીની હાલત કફોડી દેખાઇ રહી છે.
હાલમાં તો તેની સામે ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ જેવા ૧૪૭ સાંસદોવાળા રાજ્યોમાં પણ મોટા ભાગે પોતાના ઉમેદવાર ઉતારી દેવાની ફરજ પડી રહી છે. જ્યારે આ રાજ્યોમાં તો દરેક જગ્યા પર તેમના એકમો પણ સ્થાપિત કરવામાં આવ્યા નથી. આ ચૂંટણીમાં જે રાજ્યો ચાવીરૂપ ભૂમિકા અદા કરનાર છે તેમાં ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, આસામ સામેલ છે. જેમાં માત્ર મહારાષ્ટ્રમાં જ તેની સન્માનિત સમજુતી થઇ શકી છે. અહીં પણ સમગ્ર અવધિ દરમિયાન મોદી સરકાર પર પ્રહારો કરનાર શિવસેના હવે ભાજપ સાથે જાડાણ કરી ચુકી છે. બિહારમાં દબાણ લાવીને કોંગ્રેસે અપેક્ષા કરતા વધારે સીટો મેળવી લીધી છે. પરંતુ અહીં એનડીએની સ્થિતી ખુબ મજબુત દેખાઇ રહી છે. ઓરિસ્સામાં બીજુ જનતા દળઅને કોંગ્રેસના અનેક નેતા ભાજપમાં સામેલ થઇ ચુક્યા છે. બંગાળમાં ભારતીય જનતા પાર્ટી મુખ્ય વિપક્ષ તરીકે છે. હકીકત એ છે કે ગઠબંધનની સો ભાજપને પડકાર ફેંકવાની સ્થિતીમાં કોંગ્રેસ ગણતરીના રાજ્યોમાં જ છે જેમાં કર્ણાટક, તમિળનાડુ અને ઝારખંડનો સમાવેશ થાય છે.
વિપક્ષી દળો જો ગઠબંધન કરીને અથવા તો ગઠબંધન ન કરવાની સ્થિતીમાં પણ સાથે હોવાનો સંદેશો આપી શક્યા હોત તો મતદારોને અસર થઇ હોત. પરંતુ આ બાબત પણ શક્ય બની નથી. સ્થિતી આની બિલકુલ વિરુદ્ધ છે. ઉત્તરપ્રદેશમાં બુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ જોરશોરથી જાહેરાત કરી રહ્યા છે કે કોંગ્રેસની સાથે તેમની કોઇ પણ જગ્યાએ કોઇ ગઠબંધનની સ્થિતી નથી. આવી જ રીતે વિપક્ષી એકતા સ્થાપિત કરવાના પ્રયાસ કરનાર ચન્દ્રબાબુ નાયડુ પણ આંધ્રપ્રદેશમાં એકલા હાથે મેદાનમાં ઉતર્યા છે. ગઠબંધનની વાત જ કરવામાં આવે તો જે રીતે ભાજપે પોતાની જીતેલી સીટો છોડીને સમજુતી કરી છે તેવી સમજુતી કોંગ્રેસ પાર્ટીને કરવામાં સફળતા મળી નથી.
જે ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તિસગઢમાં કોંગ્રેને સારા દેખાવની આશા છે ત્યાં પોતાના ચહીતાને ટિકિટ અપાવવાના નામ પર લડાઇ ચાલી રહી છે. આ રાજ્યોની ગણતરી પણ ખુબ રોમાંચક રહી છે. ચૂંટણીમાં હાલમાં વિધાનસભાની ચૂંટણીમાં હાર થઇ હોવા છતાં મત અનુસાર ભારતીય જનતા પાર્ટી મધ્યપ્રદેશમાં ૧૮ અને રાજસ્થાનમાં ૧૩ લોકસભા સીટ પર આગળ છે. માત્ર છત્તિસગઢમાં કોંગ્રેસની સ્થિતી સારી દેખાઇ રહી છે. ઉત્તરપ્રદેશ, દિલ્ અને હરિયાણા જેવા રાજ્યોમાં તો ભારતીય જનતા પાર્ટીએ એકતરફી જીત મેળવી હતી. આ વખતે તેની સામે માત્ર ઉત્તરપ્રદેશમાં પડકારની સ્થિતી છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ૪૨૮ સીટો પર મેદાનમાં ઉતરી હતી. તેને ૨૮૩ સીટો મળી હતી. આ વખતે ગઠબંધનના કારણે તે ઓછી સીટો પર મેદાનમાં છે. આવી સ્થિતીમાં તેને એકલા હાથે બહમતિ મળશે કે કેમ તેને લઇને પણ પ્રશ્નો છે.