જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ મોદી સરકાર અને ભારતીય સેનાએ ખુબ જ સફળતાપૂર્વક કાર્યવાહી કરી છે તેમાં કોઇ બેમત નથી. ત્રાસવાદના મામલે મોદી સરકારે સૌથી અસરકારક વલણ અપનાવીને દુશ્મનને યોગ્ય જવાબ આપ્યો છે. જેને દુનિયા પણ સ્વીકારી રહી છે. આ મામલે આજે ભારતને વૈશ્વિક સમર્થન મળી રહ્યુ છે. પરંતુ આનો અર્થ એ નથી કે વિપક્ષ સરકારને પ્રશ્નો કરવાનુ બંધ કરી દે. વિપક્ષ પાસેથી પ્રશ્નો પુછવા માટેનો અધિકાર આંચકી લેવાની બાબત તેના અસ્તિત્વ સામે સવાલ ઉભા કરી શકે છે.
જનતંત્ર માટે કોઇ સારી બાબત નથી. સરકારને એક બાબત તો હમેંશા ધ્યાનમાં રાખવાની જરૂર છે કે વિપક્ષ દ્વારા કરવામાં આવેલા પ્રશ્નોનો જવાબ સરકારને આપવાની જરૂર છે. પુલવામા હુમલામાં જા કોઇ સુરક્ષા ખામી છે તો તે અંગે સરકારને માહિતી આપવી પડશે. સવાલ કરનારને પાકિસ્તાની કહી દેવાની બાબત યોગ્ય નથી. પ્રજાતંત્રમાં જવાબદારીથી છટકી શકાય નહીં. પ્રશ્ન કરનાર રાષ્ટ્રવિરોધી નથી. લોકસભા ચૂંટણી માટે રણશિંગુ ફુંકાઇ ગયુ છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં અનેક મુદ્દા છવાશે. જા કે ભારતીય જનતા પાર્ટી બાલાકોટ હવાઇ હુમલાને મુખ્ય મુદ્દો બનાવવા માટે તૈયાર છે.
બાલાકોટ હવાઇ હુમલા બાદ સરકારની છાપ ત્રાસવાદ સામે એક કઠોર કાર્યવાહી કરનાર તરીકેની રહી છે. એકબાજુ પ્રચારમાં મોદી અને ભાજપના લોકો પાકિસ્તાન અને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોને એક સમાન ગણાવવાના પ્રયાસ કરશે તો બીજી બાજુ કોંગ્રેસ અને અન્ય પક્ષો રોજગાર અને ખેડુતોને લઇને ભાજપ સામે પ્રહાર કરનાર છે. કોંગ્રેસ પાર્ટી પર રાષ્ટ્રીય હિતો સાથે બાંધછોડ કરવાનો આરોપ ભારતીય જનતા પાર્ટી લગાવી રહી છે. પાકિસ્તાન અને કોંગ્રેસ એક ભાષામાં વાત કરે છે તેવા આરોપો કરવામા ંઆવી રહ્યા છે. બાલાકોટ બાદ વડાપ્રધાને એવા દાવા કરવાની શરૂઆત કરી દીધી છે કે દેશ બિલકુલ સુરક્ષિત હાથમાં છે. ભાજપ અને તેના સાથી પક્ષો આ મુદ્દાને સતત ઉઠાવી રહ્યા છે. મોદી હે તો મુમકીન હેનો નારો આપી દેવામાં આવ્યો છે. એવા માહોલની રચના કરવામા આવી રહી છે કે મોદી છે તો દરેક મુશ્કેલ કામ શક્ય છે. પાકિસ્તાનમાં હવાઇ હુમલા બાદ લોકસભાની ચૂંટણીમાં એરસ્ટાઇક મુખ્ય મુદ્દો બનનાર છે તે બાબત તો પાકી છે. કોંગ્રેસ પાસે તેની સામે કોઇ આક્રમક મુદ્દો દેખાઇ રહ્યો નથી. સર્વેમાં પણ એનડીએની લીડ આવી રહી છે. પુલવામા ત્રાસવાદી હુમલા બાદ પાકિસ્તાનમાં ઘુસીને બાલાકોટમાં ત્રાસવાદી કેમ્પો પર કરવામા ંઆવેલા હવાઇ હુમલા બાદ એનડીએની સ્થિતી વધારે મજબુત બની છે.
બાલાકોટ એર સ્ટ્રાઇક બાદથી એનડીએને ૧૩ સીટોનો ફાયદો થયો છે. આ પહેલા એનડીએને ૨૭૦ સીટો મળી રહી હતી. હવે આ સંખ્યા ૨૮૩ સીટો સુધી પહોંચી ગઇ છે. બાલાકોટ બાદ ઉત્તરપ્રદેશમાં ભાજપને સૌથી વધારે સીટો વધી છે. યુપીમાં ત્રણથી વધારે સીટોનો ફાયદો થઇ રહ્યો છે. જ્યારે બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પણ ફાયદો થઇ રહ્યો છે. યુપીમાં પહેલા ભાજપને ૩૯ સીટોની વાત કરવામાં આવી રહી હતી. હવે આ સંખ્યા ૪૨ થઇ ગઇ છે. સટ્ટાબજાર બાદ વહે ટાઈમ્સ નાઉ અને વીએમઆરના સર્વેમાં પણ કેટલીક બાબતો સપાટી ઉપર આવી રહી છે. હિન્દી પટ્ટા દિલ્હીમાં સાતે સાત સીટ પર ભાજપની જીત થઇ શકે છે. મધ્યપ્રદેશમાં ૨૨ સીટો અને રાજસ્થાનમાં ૨૦ સીટો મળી શકે છે. બંગાળમાં પણ ભાજપ સારો દેખાવ કરશે. સટ્ટા માર્કેટમાં કહેવામાં આવ્યુ છે કે એનડીએ સરકાર કેન્દ્રમાં સરળતાથી નવી સરકાર બનાવી લેશે. સટ્ટા માર્કેટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ એકલા હાથે ૨૫૦થી વધારે સીટ જીતી જશે. જ્યારે એનડીએ તો ૩૦૦-૩૧૦ સીટ જીતી જશે.સર્વે મુજબ એનડીએને ૫૪૩ પૈકી ૨૮૩ સીટો અને યુપીએને ૧૩૫ સીટ મળી શકે છે. સટ્ટા બજાર અને સર્વેમાં સ્થિતી મજબુત થયા બાદ ભારતીય જનતા પાર્ટી અને તેમના સાથી પક્ષો એર સ્ટ્રાઇરને જ મુખ્ય મુદ્દો બનાવશે .